Rishabh Pant: શું અકસ્માત બાદ લૂંટાઈ ગયો હતો પંતનો સામાન? પોલીસે શું કહ્યું તે ખાસ જાણો

Rishabh Pant Car Accident: ઋષભ પંત ગંભીર અકસ્માતનો ભોગ બન્યો અને તે સમયે તેને મદદ કરવાની જગ્યાએ લોકો તેનો સામાન ચોરી ગયા એવી વાતો વહેતી થઈ હતી. પોલીસે આ તમામ વાતો ફગાવી અને શું કહ્યું તે ખાસ જાણો. 

Rishabh Pant: શું અકસ્માત બાદ લૂંટાઈ ગયો હતો પંતનો સામાન? પોલીસે શું કહ્યું તે ખાસ જાણો

ઋષભ પંતની સાથે થયેલા આ ભીષણ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું. સોશયિલ મીડિયા યૂઝર્સ દ્વારા ભ્રામક સંદેશાઓ પણ વાયરલ થયા કે અકસ્માત બાદ ક્રિકેટર ઋષભ પંતનો બધો સામાન અજાણ્યા વ્યક્તિઓ દ્વારા લૂંટી લેવાયો. 

ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટર ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. પંતની મર્સિડિઝ કાર ઉત્તરાખંડમાં એક ડિવાઈડર સાથે અથડાઈ. અથડાયા બાદ કારમાં આગ લાગી ગઈ. અકસ્માત બાદ દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ઋષભ પંત સારવાર હેઠળ છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ ઋષભ પંતના પગ અને માથામાં વધુ ઈજા થઈ છે. પંતની સાથે થયેલા આ ભીષણ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું. સોશયિલ મીડિયા યૂઝર્સ દ્વારા ભ્રામક સંદેશાઓ પણ વાયરલ થયા કે અકસ્માત બાદ ક્રિકેટર ઋષભ પંતનો બધો સામાન અજાણ્યા વ્યક્તિઓ દ્વારા લૂંટી લેવાયો. હરિદ્વાર પોલીસે હવે આ વાત ફગાવી છે. એસએસપી અજય સિંહે સ્પષ્ટ કર્યું કે કેટલીક ચેનલો અને પોર્ટલ પર જણાવવામાં આવી રહ્યું છે કે ઋષભ પંતનો કેટલોક સામાન લૂંટાઈ ગયો છે જ્યારે આ વાત બિલકુલ ખોટી છે. 

અકસ્માત બાદ તરત ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ પ્રત્યક્ષદર્શીઓ અને આસપાસના લોકો પાસેથી પૂરેપૂરી જાણકારી લીધા બાદ જણાવ્યું કે આ પ્રકારની કોઈ વાત પ્રકાશમાં આવી નથી. હોસ્પિટલમાં શરૂઆતમાં પ્રાથમિક સારવાર દરમિયાન ઋષભ પંતે પોતે કહ્યું કે એક બેગ (સૂટકેસ) સિવાયનો તેનો બધો સામાન ગાડી સાથે બળીને ખાખ થઈ ગયો. હરિદ્વાર પોલીસે તે સૂટકેસ અને ઘટનાસ્થળેથી મળી આવેલી રકમ, બ્રેસલેટ અને ચેન ઋષભ પંતના માતાને હોસ્પિટલમાં ઋષભની સામે જ સોંપી દીધા. 

ऐसे लोगों के साथ SSP हरिद्वार अजय सिंह का वीडियो शेयर करें। pic.twitter.com/xmSBttaCUh

— Ashok Kumar IPS (@AshokKumar_IPS) December 30, 2022

બસ ડ્રાઈવરે કરી હતી મદદ
25 વર્ષનો પંત મર્સિડિઝ કાર પોતે ચલાવીને રૂડકી ખાતે પોતાના ઘરે જઈ રહ્યો હતો. જેથી કરીને માતાને સરપ્રાઈઝ આપી શકે. જો કે પંતનું આ સરપ્રાઈઝ અકસ્માતના કારણે પૂરું થઈ શક્યું નહીં. હરિદ્વાર એસએસપી અજય સિંહે જણાવ્યું કે આ અકસ્માત શુક્રવારે વહેલી સવારે 5.22 વાગે થયો હતો. તેમના જણાવ્યાં મુજબ દિલ્હી-દહેરાદૂન રોડ પર ડિવાઈડર સાથે ટકરાયા બાદ ઋષભ પંતની ગાડી પલટી ખાઈ ગઈ અને તેમા આગ લાગી ગઈ. 

પીએમ નરેન્દ્ર મોદીએ અકસ્માત બાદ ઋષભ પંતના પરિવારને ફોન કર્યો અને તેના સ્વાસ્થ્ય અંગે જાણકારી પણ લીધી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને જાણકારી આપી. આ સાથે જ પીએમ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. 

અકસ્માત બાદ ઋષભ પંતને સૌથી પહેલા હરિયાણા રોડવેઝના એક બસ ડ્રાઈવેર સુશીલકુમારે જોયો હતો. તેણે જ પંતને કારમાંથી નીકળવામાં મદદ કરી હતી અને એમ્બ્યુલન્સ બોલાવીને પંતને હોસ્પિટલ ખસેડ્યો હતો. સુશીલે જણાવ્યું હતું કે પંત લોહીથી લથપથ હતો અને ઋષભે પોતે જ કહ્યું હતું કે તે ક્રિકેટર ઋષભ પંત છે. હવે સુશીલકુમારને ઉત્તરાખંડના ડીજીપી સન્માનિત પણ કરશે.

આ વીડિયો પણ ખાસ જુઓ...

ડીજીપી અશોકકુમારની જાહેરાત મુજબ પંતની મદદ માટે આગળ આવનારા હરિયાણા રોડવેઝના બસ ડ્રાઈવર સુશીલ કન્ડક્ટર અને અન્ય સ્થાનિક લોકોને રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકાર તરફથી ગુડ સેમેરિટન સ્કીમ હેઠળ સન્માનિત કરાશે. તેમણે કહ્યું કે કોઈ પણ રોડ અકસ્માતમાં પીડિત માટે પહેલો કલાક ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. આ એક કલાકમાં પીડિતને જરૂરી ઉપચાર મળવો ખુબ મહત્વપૂર્ણ છે. લોકોમાં આ વ્યવહારને પ્રોત્સાહિત કરવા માટે ગુડ સેમેરિટન સ્કીમને લાગૂ કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news