બરાક ઓબામાએ રાહુલ ગાંધીને ગણાવ્યા `નર્વસ નેતા`, યોગ્યતા ઉપર પણ ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા વિશે વારંવાર સવાલ ઉઠ્યા કરે છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પુસ્તકમાં પણ રાહુલ ગાંધી વિશે કેટલીક ટિપ્પણી કરવામાં આવી છે.
નવી દિલ્હી: રાહુલ ગાંધી (Rahul Gandhi) ની નેતૃત્વ ક્ષમતા વિશે વારંવાર સવાલ ઉઠ્યા કરે છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama)ના પુસ્તકમાં પણ રાહુલ ગાંધી વિશે કેટલીક ટિપ્પણી કરવામાં આવી છે. ઓબામાએ પોતાના આત્મકથા 'અ પ્રોમિસ્ડ લેન્ડ'(A promised Land)માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને તેમનામાં યોગ્યતા અને ઝનૂનની ઉણપ ગણાવી છે.
ધનતેરસ પર આ વસ્તુઓનું અવશ્ય કરો મહાદાન, દેવી લક્ષ્મીની અપાર કૃપા થશે, બનશો ધનવાન
નર્વસ અને બેડોળ ગુણવત્તા
બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, "રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી છે જેમણે કોર્સવર્ક તો કર્યું છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક પણ રહ્યા પરંતુ આ વિષયમાં મહારથ હાંસલ કરા માટે કાં તો યોગ્યતા નથી અથવા તો ઝનૂનની ઉણપ છે." તેમણે રાહુલ ગાંધીને 'નર્વસ અને બેડોળ ગુણવત્તાવાળા' પણ ગણાવ્યા છે.
Dr Subhash Chandra Show : નક્કી કરો...કયું કામ સૌથી વધુ જરૂરી છે?
મનમોહન સિંહના વખાણ
આ ઉપરાંત બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો પણ ઉલ્લેખ કર્યો છે. મનમોહન સિંહનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું છે કે, "તેમનામાં એક પ્રકારની અપાર નિષ્ઠા છે". પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના પુસ્તકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને હાલમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી જીતેલા જો બાઈડેન સહિત અનેક અન્ય નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube