ધનતેરસ પર આ વસ્તુઓનું અવશ્ય કરો મહાદાન, દેવી લક્ષ્મીની અપાર કૃપા થશે, બનશો ધનવાન
Trending Photos
નવી દિલ્હી: આ વર્ષે 14 નવેમ્બરના રોજ દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવશે. દિવાળી પહેલા ઉજવવામાં આવતા ધનતેરસના તહેવાર પર ખરીદીની પરંપરા છે. આ ખાસ અવસરે દરેક જણ પોતાના યથાશક્તિ મુજબ કઈંકને કઈંક જરૂર ખરીદે છે. જો કે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ દિવસે ખરીદીની સાથે દાનની પણ પરંપરા છે. એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે કરાયેલા દાનથી જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. આ સાથે જ ગરીબોની પણ મદદ થાય છે.
આ ચીજોનું કરો દાન
દાન આપતી વખતે ભાવના પવિત્ર હોવી ખુબ જરૂરી છે. દાન કોઈ સામાન્ય કામની જેમ કરવું જોઈએ નહીં. જો તમે પણ ધનતેરસના દિવસે ગરીબોને દાન કરવા માંગતા હોવ તો આ વસ્તુઓનું ધ્યાન રાખો.
વસ્ત્રદાન ગણાય છે શુભ
ધનતેરસના દિવસે વસ્ત્રદાન કરવું એ મહાદાન ગણાય છે. આથી આ દિવસે વસ્ત્રદાન જરૂર કરો. જો તમે તે દિવસે કોઈ જરૂરિયાતવાળાને કપડાનું દાન કરશો તો વિશેષ પુણ્યની પ્રાપ્તિ થશે. જો આ કપડાં લાલ કે પીળા રંગના હોય તો અત્યંત શુભ ગણાય છે. ધનતેરસના દિવસે વસ્ત્રોના દાનથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી.
અન્ન દાનથી કરો માતા લક્ષ્મીને પ્રસન્ન
અન્ન દાન કરવું પણ ખુબ શુભ ગણાય છે. ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને ઘરે બોલાવીને આદર સત્કાર સાથે ભોજન કરાવવું જોઈએ. આ ભોજનમાં પૂરી અને ભાતની ખીર ખાસ સામેલ કરવી જોઈએ. પરંતુ જો તમે કોઈને ઘરે બોલાવીને ભોજન કરાવવામાં અસમર્થન હોવ તો તે વ્યક્તિના ઘરે જઈને પણ અનાજનું દાન કરી શકો છો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા રહે છે.
નારિયેળ અને મીઠાઈનું કરો દાન
ધનતેરસના દિવસે નારિયેળ અને મીઠાઈનું દાન જરૂરથી કરો. કોઈ જરૂરિયાતવાળાને દાન કરવાથી ઘરમાં લક્ષ્મીમાતા આવે છે. આ સાથે જ આમ કરવાથી ધનના ભંડાર ભરેલા રહેશે અને તમારે ક્યારેય ધનની કમીનો સામનો કરવો પડશે નહીં. આ તો આપણે બધા જાણીએ છીએ કે નારિયેળનો ઉપયોગ દરેક પૂજામાં કરાય છે અને નારિયેળને શ્રીફળ પણ કહે છે. આથી નારિયેળનું દાન કરવું ધનતેરસના દિવસે ખુબ શુભ ગણાય છે. મીઠાઈનું દાન પણ ખુબ શુભ ગણાય છે. જેનાથી જીવનમાં શુભતા આવે છે.
લોઢાથી બનેલી વસ્તુનું કરો દાન
ધનતેરસના દિવસે લોઢાથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. એવી માન્યતા છે કે આ દાન શુભ હોય છે. તેનાથી દુર્ભાગ્ય કોસો દૂર ભાગે છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેનાથી લક્ષ્મી માતા તમારા પર પ્રસન્ન થાય છે. આ ઉપરાંત લોઢાને શનિદેવની ધાતુ પણ ગણે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે