બેગૂસરાય: પશ્ચિમ બંગાળ અને યૂપીના અમેઠીમાં થયેલી ચૂંટણી હિંસાના સમાચારો બાદ હવે બિહારમાંથી પણ આ સમાચાર સામે આવ્યા છે. બિહારના બેગૂસરાય જિલ્લામાં ભાજપના પંચાયત અધ્યક્ષની હત્યાના સમાચાર આવી રહ્યાં છે. જીલ્લાના સિંહહૌલ વિસ્તારથી અમરૌર કીરતપુર ગામમાં રહેતા ગોપાલ સિંહની ગુરૂવાર રાત્રે હત્યા કરી દેવામાં આવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, અજાણ્યા શખ્સોએ ગત રાત્રે લોખંડના રોડથી માથ પર હુમલો કરી ભાજપ નેતાની હત્યા કરી છે. પોલીસે આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આ હત્યા છે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Live: મોદી સરકારમાં કોને મળશે કયું મંત્રાલય, થોડીવારમાં થશે જાહેરાત


જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા અમેઠીથી ભાજપ કાર્યકર્તા અને પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની મોતના સમાચાર આવ્યા હતા.


શપથ ગ્રહણ કર્યા બાદ આજે પહેલા દિવસે શું કરશે PM મોદી... જાણો સંપૂર્ણ શિડ્યૂલ


કસીમ જીવનધોરણ ચલાવવા માટે ડિટરજન્ટ વેચવા માટે નાનો ધંધો કરે છે અને તેની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં કાસિમને તેની આપવીતી જણાવતા દેખાડવામાં આવ્યો છે.


વધુમાં વાંચો: નવી મોદી કેબિનેટની પહેલી બેઠક આજે સાંજે, લઇ શકયા છે મહત્વના નિર્ણય


વીડિયોમાં કાસિમે જણાવી રહ્યો છે કે, ‘તે તેના ધંધાના કામથી કુંભી ગામ ગયો હતો. ત્યારે હુમલાખોરે તેને રોક્યો અને તેનું નામ અને ધર્મ પૂછ્યો. નામ જણાવતા હુમલાખોરે કહ્યું, તુ એક મુસ્લિમ છે. અને અહીં શુ કરી રહ્યો છે, તારે તો પાકિસ્તાન જવું જોઇએ. તેણે તેની બંદુક બહાર કાઢી અને ગોળી ચલાવી જે કાસિમની પીઠમાં વાગી.’ કાસિમે એવું પણ જણાવ્યું કે હુમલાખોરની બંદુકમાં માત્ર એક જ બુલેટ હતી અને જ્યારે તે (હુમલાખોર) બંદુકમાં બુલેટ લોડ કરવા લાગ્યો તે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયો.


વધુમાં વાંચો: જાણો, PM મોદીના કેબિનેટમાં કયા રાજ્યમાંથી કેટલા મંત્રી, આ રાજ્યમાંથી સૌથી વધુ ચહેરા


કાસિમે એવો પણ આરોપ લગાવ્યો કે, તેના પર થયેલા હુમલા સમયે ત્યાં અન્ય રાહગીર હાજર હતા, પરંતુ કોઇ પણ તેની મદદ અને હુમલાખોરને રોકવા માટે આગળ આવ્યા નહીં. સ્ટેશન અધ્યક્ષે કહ્યું કે, આ મામલે પ્રાથમિક ફરીયાદ નોંધવામાં આવી છે. અને આરોપી રાજીવ યાદવની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


વધુમાં વાંચો: J&K: શોપિયાંમાં આતંકવાદી અને સુરક્ષા દળ વચ્ચે એન્કાઉન્ટર, બંને તરફથી ફાયરિંગ ચાલુ


આ વચ્ચે સીપીઆઇ નેતા અને બેગૂસરાયથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર રહેલા કન્હૈયા કુમારે ટ્વિટ કર્યું છે ‘બેગૂસરાયમાં એક મુસ્લિમ ફેરીવાળાને પાકિસ્તાન જવાની વાત કરી ગોળી મારી દેવામાં આવી છે. આવા ગુનાઓને પ્રોત્સાહન આપવા માટે, આવા બધા નેતાઓ અને તેમના સાગરીતો દોષિત છે જે રોજિંદા રાજકીય લાભો માટે દ્વેષ ફેલાવે છે. ગુનેગારોને સજા આપવામાં નહીં આવે ત્યાં સુધી આપણે ચુપ બેસીશું નહીં.’
(ઇનપુટ એજન્સી ભાષા)


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...