નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે થયેલા અનૌપચારિક શિખર સમિટ દરમિયાન કાશ્મીર મુદ્દે એકવાર પણ ચર્ચા થઈ નથી. જ્યારે આતંકવાદ ઉપર વિસ્તૃત ચર્ચા થઈ. વિદેશ સચિવ વિજય ગોખલેએ બંને નેતાઓની શિખર વાર્તા બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાણકારી આપી. બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાં કાશ્મીર મુદ્દો ન ઉઠ્યો તે ભારત સરકારની મોટી કૂટનીતિક જીત અને પાકિસ્તાનની નિષ્ફળતા ગણવામાં આવી રહી છે. આ અગાઉ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કાશ્મીર મુદ્દાના કારણે બંને નેતાઓ વચ્ચેની વાતચીત પાટા પરથી ઉતરી શકે છે. એમા પણ જ્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન જિનપિંગના ભારત પ્રવાસ પહેલા ચીન પહોંચી ગયા અને ચીને પાકિસ્તાન પર યુએન ચાર્ટર મુજબ સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત કરી દીધી ત્યારે થોડો તણાવ જોવા મળ્યો હતો. જો કે પાકિસ્તાન અને વડાપ્રધાન ઈમરાન ખાનની આ બેઠક નિષ્ફળ કરવાની અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની તમામ કોશિશો ફેલ ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ જિનપિંગને જે પથ્થર બતાવ્યો તેનું છે ઐતિહાસિક મહત્વ, સાત હાથી પણ જેને હલાવી શક્યા નહતાં


વિદેશ સચિવે જણાવ્યું કે બંને નેતાઓની લાંબી વાતચીત દરમિયાન એકવાર પણ કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ નથી. તેમણે જણાવ્યું કે બંને દેશોએ આતંકવાદનો મળીને સામનો કવરાની વાત કરી હતી. અત્રે જણાવવાનું કે ભારતે પણ પહેલેથી નક્કી કરી લીધુ હતું કે કાશ્મીર ભારતનો આતંરિક મામલો છે અને આવામાં આ મુદ્દે ચીની નેતા સાથે કોઈ વાત થશે નહીં. જો ચીનના રાષ્ટ્રપતિ તેનો ઉલ્લેખ પણ કરત તો પીએમ મોદી આ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરી દેત. ગોખલેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોઈ પણ સ્થિતિમાં અમારું વલણ સ્પષ્ટ છે કે કાશ્મીર સંપૂર્ણ પણે ભારતનો આંતરિક મુદ્દો છે. 


ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભારત પ્રવાસ પૂરો, નેપાળ જવા રવાના થયા


પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે થયેલી વાતચીતના મુખ્ય અંશો...

- ચીનના રાષ્ટ્રપતિએ કૈલાસ માનસરોવર યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધાઓ આપવાની વાત કરી. 


- આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે તામિલનાડુ અને ચીન વચ્ચે સંબંધ સ્થાપવા અંગે પણ નિર્ણય લેવાયો. આ સાથે જ કેટલાક આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઈ. 


ભારતના આ 8 મહત્વના રણનીતિકાર...જેમણે PM મોદી સંગ શી જિનપિંગ સાથે કરી વાતચીત


- આ દરમિયાન બંને દેશોએ આતંકવાદ અને કટ્ટરપંથના પડકારોને પહોંચી વળવા માટે સહમતિ વ્યક્ત કરી. 


- શી જિનપિંગે પીએમ મોદીને ચીન આવવાનું આમંત્રણ આપ્યું. પીએમ મોદીએ તે સ્વીકાર્યું.


- રક્ષા મંત્રીને પણ ચીન આવવાનું આમંત્રણ આપ્યું. જો કે હજુ સુધી તારીખ નક્કી થઈ નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...