ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભારત પ્રવાસ પૂરો, નેપાળ જવા રવાના થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે કોવલમ સ્થિત તાજ ફિશરમેંસ હોટલના કોવ રિસોર્ટમાં અંદાજે 50 મિનિટ સુધી ચાલેલી અનૌપચારિક મુલાકાત પૂર્ણ થઇ છે. જે બાદ બંને દેશોના પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, હું આપ સૌનું દિલથી સ્વાગત કરુ છું.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભારત પ્રવાસ પૂરો, નેપાળ જવા રવાના થયા

ચેન્નાઈ: મહાબલીપુરમ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો બે દિવસનો ભારત પ્રવાસ પૂરા થઈ ગયો છે. હવે તેઓ નેપાળ જવા માટે રવાના થઈ ગયા. શનિવારે મેજબાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી વિદાય લઈને જિનપિંગ કોવલમથી ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યાં જ્યાંથી તેઓ પોતાના વિમાન દ્વારા નેપાળ જવા રવાના થયાં. આ અગાઉ તાજ ફિશરમેન  હોટલના કોવ રિસોર્ટમાં બંને નેતાઓ વચ્ચે બીજી અનૌપચારિક મુલાકાત થઈ. જે બાદ બંને દેશોના પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, હું આપ સૌનું દિલથી સ્વાગત કરુ છું. ચીનની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પર તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું. ભારત અને ચીન દુનિયાની આર્થિક શક્તિઓ રહી છે. વર્તમાન શતાબ્દીમાં આપણે સહકારથી અગાઉનું ગૌરવ પરત મેળવીશું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે, ભારતમાં સ્વાગત મારા માટે યાદગાર ક્ષણ છે. આ મુલાકાતથી ભારત ચીન વચ્ચે ભાવાત્મક સંબંધ બંધાયો છે. અનૌપચારિક મુલાકાતથી સંબંધમાં ઘણી પ્રગતિ થઇ છે. પીએમ મોદી અને મેં મિત્રોની જેમ વાતચીત કરી છે. 

— ANI (@ANI) October 12, 2019

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે હોટલમાં લગાવેલી હેન્ડલૂમ કલાકૃતિઓના પ્રદર્શનનું અવલોકન કર્યું. અહીં પીએમ નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સિલ્કની શાલ ભેંટમાં આપી. આ શાલની ખાસિયત એ છે કે તેના પર જિનપિંગની તસવીર છપાયેલી છે. 

પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત

બંને દેશો વચ્ચે આજે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીતનું પણ આયોજન કરાયું હતું. ત્યારબાદ ભારતીય વડાપ્રધાને ચીનના નેતાઓને કહ્યું કે હું તમારા બધાનો હ્રદયપૂર્વક સ્વાગત કરું છું. ચીનની સ્થાપનાની 70મી વર્ષગાઠ પર ત્યાંના તમામ નાગરિકોને શુભકામનાઓ. ઐતિહાસિક શહેર ચેન્નાઈ આપણા વચ્ચે સાંસ્કૃતિક અને વેપારી સંબંધોનું સાક્ષી છે. મને ખુશી છે કે તમને અમારા ત્યાંની સાંસ્કૃતિક ધરોહરોથી પરિચિત કરાવવાની તક મળી. છેલ્લા બે હજાર વર્ષોમાં મોટાભાગે ભારત અને ચીન દુનિયાની પ્રમુખ આર્થિક શક્તિઓ રહી છે. હવે આ શતાબ્દીમાં પણ અમે ફરી સાથે સાથે તે સ્થિતિને પ્રાપ્ત કરી રહ્યાં છીએ. ગત વર્ષે વુહાનમાં અમારી અનૌપચારિક મુલાકાત બાદ બંને પક્ષો વચ્ચે કૂટનીતિક વાતચીત વધી છે. અમે નક્કી કર્યું હતું કે મતભેદોને ઝઘડાનું કારણ નહીં બનવા દઈએ. ચેન્નાઈ સમિટમાં અત્યાર સુધી અમારી વચ્ચે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર જરૂરી વિચારોનું આદાન પ્રદાન થયું. 

સ્વાગતથી અભિભૂત છું
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ભારતમાં સ્વાગત મારા માટે યાદગાર ક્ષણ છે. આ પ્રવાસથી ભારત-ચીન વચ્ચે ભાવનાત્મક સંબંધ જોડાયો છે. અનૌપચારિક વાર્તાથી સંબંધોમાં ઘણી પ્રગતિ થઈ છે. મોદી સાથે ગઈ કાલે અને આજે અનેક મુદ્દાઓ પર સારી વાતચીત થઈ. પીએમ મોદી અને મે મિત્રોની જેમ વાત કરી. ચેન્નાઈ કનેક્ટ દ્વારા બંને દેશોની વચ્ચે સહયોગનો નવો દોર શરૂ થશે. આ સમિટમાં અમારી વચ્ચે વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત થઈ. અમે નક્કી કર્યું હતું કે અમે મતભેદને મીટાવીશું અને કોઈ વિવાદ પેદા થવા દઈશું નહીં. આ દરમિયાન ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિજય ગોખલે અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતાં. 

— ANI (@ANI) October 12, 2019

બીજા દિવસની મુલાકાત
બીજા દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી કૂર્તા પાઈજામા અને જેકેટમાં તો જ્યારે શી જિનપિંગ ટાઈ વગરના બ્લેક સૂટ અને પેન્ટમાં જોવા મળ્યાં. જે બંને નેતાઓની અનૌપચારિક મુલાકાત દર્શાવે છે. આ અગાઉ શુક્રવારે પીએમ મોદીએ મહાબલીપુરમમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું તામિલ પોષાક પહેરીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વેષ્ટિ (સફેદ ધોતી), અડધી બાયનું સફેદ શર્ટ અને ખભે અંગવસ્ત્રમ ધારણ કર્યા હતાં. 

જુઓ LIVE TV

આ અગાઉ શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનૌપચારિક મુલાકાત માટે ચેન્નાઈ પહોંચ્યા હતાં. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ભારતની સંસ્કૃતિની એક ઝલક દેખાડવામાં આવી હતી. ત્યારબાદ રોડ માર્ગે તેઓ ચેન્નાઈથી 50 કિમી દૂર સ્થિત મહાબલીપુરમ પહોંચ્યા હતાં. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને જિનપિંગનું સ્વાગત કર્યું હતું. 

ત્યારબાદ બંને નેતાઓએ ઘણી વાત કરી અને પછી તેઓ અર્જૂન તપસ્યા સ્થળે બનેલા મંદિરને જોવા પહોંચ્યા હતાં. આ દરમિયાન જિનપિંગના ચહેરા પર ઉત્સુકતા અને કુતૂહલના ભાવ સ્પષ્ટપણે જોવા મળતા હતાં કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક એક વાત ખુબ ધ્યાનથી સાંભળતા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news