નવી દિલ્હી: હાલ બોલિવુડમાં ડ્રગ્સની લત ચર્ચાનો વિષય બની ગયો છે. એક પછી એક મોટી હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે જે ડ્રગ્સમાં ડૂબેલા છે. આ  બધામાં શું સાચુ છે અને શું ખોટું તે તો એજન્સીઓ તપાસ કરી લેશે પરંતુ આપણે જો આપણી આજુબાજુ નજર દોડાવીએ તો જાણવા મળશે કે વધુ એક સમસ્યા ગંભીર રીતે ફેલાયેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NCB આગળ ભાંગી પડી સારા, સુશાંત વિશે જે વાત અત્યાર સુધી છૂપાવી રાખી હતી તે સ્વીકારી લીધી


શહેરો અને ગામડામાં નશા કરતા જોવા મળશે બાળકો
છાશવારે બસ સ્ટેશનો, રેલવે લાઈનના કિનારે, મહાનાગરોમાં કચરો વિણતા બાળકો જોયા હશે. ધ્યાનથી જોશો તો જોવા મળશે કે તેમાંથી કેટલાક બાળકો તો અડધા બેભાન અવસ્થામાં જ હોય છે અને કોઈ કપડાને સૂંઘતા હોય છે. હકીકતમાં મોટી સંખ્યામાં બાળકો નશાના આદી થઈ ચૂક્યા હોય છે. તેમનું ખાવાનું પીવાનું આ નશો જ હોય છે જેને મેળવવા માટે તેઓ કચરો પણ વીણતા હોય છે. અનેક NGO તેના પર કામ કરવાનો દાવો કરે છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.


મહારાષ્ટ્રમાં સત્તામાંથી બહાર થશે કોંગ્રેસ? રાઉત સાથેની મુલાકાત પર ફડણવીસે આપ્યું મોટું નિવેદન


ટીનએજરમાં નશાની લત
આ સમસ્યાને લઈને સરકાર તરફથી થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ભારત સરકારે જણાવ્યું છે કે દેશમાં બાળકોમાં નશાની લત એક મોટી સમસ્યા બની ગઈ છે. સર્વેમાં સામે આવ્યું છે કે 10થી 17 વર્ષના વયજૂથના લગભગ 1.48 કરોડ બાળકો અને કિશોરો આલ્કોહોલ, અફીણ, કોકીન, ભાંગ સહિત જાત જાતના નશીલા પદાર્થોનું સેવન કરે છે. 


આખરે કોરોનાકાળમાં છેડાઈ ગયું યુદ્ધ, અત્યાર સુધીમાં 23 લોકોના મૃત્યુ, 100થી વધુ ઘાયલ 


લોકસભામાં મંત્રીએ આપી વિગતો
મંત્રાલયે આ અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં વિવિધ નશીલા પદાર્થોનો પ્રયોગ કરનારા 10થી 75 વર્ષના વયજૂથમાં ભારતની જનસંખ્યા રશિયો અને નશીલા પદાર્થોના ઉપયોગથી પેદા થતી વિકૃતિઓ સંદર્ભે તારણો રજુ કરાયા છે. તેની વિગતો હાલમાં જ લોકસભામાં રજુ કરાઈ હતી. 20 સપ્ટેમ્બરના રોજ રાજીવ પ્રતાપ રૂડીના પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રતનલાલ કટારિયાએ આ વિગતો આપી. 


Naegleria fowleri: કોરોના સામે ઝઝૂમી રહેલા અમેરિકા પર મોટી મુસિબત!, 8 શહેરમાં અલર્ટ


ચાર લાખ બાળકો ઉત્તેજના પેદા કરતો નશો કરે છે
આ બાજુ 10થી 17 વર્ષના વયજૂથમાં અંદાજે 40 લાખ બાળકો અને કિશોરો અફીણનો નશો કરે છે. આ વયજૂથમાં ભાંગનો નશો કરનારા લોકોની સંખ્યા 20 લાખ છે. સર્વે મુજબ અંદાજે 50 લાખ બાળકો અને કિશોરો ઉત્તેજક પદાર્થો તથા સૂંઘીને કે કશ દવારા લેનારા માદક પદાર્થોનું સેવન કરે છે. જ્યારે બે લાખ બાળકો કોકિન અને ચાર લાખ બાળકો ઉત્તેજના પેદા કરનારા પદાર્થોનું સેવન કરે છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube