Dhirendra Shastri Darbar: બિહારમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર બિહારના નોબતપુરમાં થવાનો લગભગ નક્કી થઈ ગયો છે. આ બધા વચ્ચે લાલુપ્રસાદ યાદવના પુત્ર અને બિહારના પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેતવણી આપી છે. અત્રે જણાવવાનું કે પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર પટણાના ગાંધી મેદાનમાં આયોજિત કરવાની વાત થઈ રહી હતી પરંતુ હવે તે આગામી મહિને 13-17 મે સુધી લગાવવાની વાત સામે આવી છે. કાર્યક્રમના આયોજક જણાવે છે કે કાર્યક્રમની મંજૂરી મળી ચૂકી છે. નોબતપુરમાં કાર્યક્રમ આયોજિત કરાશે. જણાવાયું છે કે બાગેશ્વર  બાબા પોતાના દરબારમાં લોકોની અરજીઓ પણ સાંભળશે. આવો જાણીએ કે બાગેશ્વર બાબાના દરબાર પહેલા તેજપ્રતાપે શું કહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજ પ્રતાપ યાદવની ચેતવણી
વાત જાણે એમ છે કે જ્યારે તેજપ્રતાપ યાદવને પૂછવામાં આવ્યું કે નોબતપુરમાં બાગેશ્વર બાબાનો દરબાર લાગવાનો છે તેની મંજૂરી મળી ચૂકી છે તો તેના પર પ્રતિક્રિયા આપતા તેજ પ્રતાપ યાદવે કહ્યું કે હિન્દુ-મુસ્લિમ કર્યું તો વિરોધ થશે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેજ પ્રતાપના આ નિવેદનથી બિહારમાં રાજકીય પારો વધી શકે છે. 


મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી નવાજૂનીના એંધાણ? અજીત પવારના બળવાના સંકેત!


આ ગુરુજીની સલાહ વિના એક ડગલું પણ ભરતા નથી મુકેશ અંબાણી, ઘરે કરાવી હતી કથા


સુદાનથી પાછા ફરેલા ભારતીયોની રૂવાડાં ઊભા કરી નાખે તેવી આપવીતી


બિહારમાં ક્યારે લાગશે બાગેશ્વર બાબાનો દરબાર?
બાગેશ્વર ધામના કથાવાચક પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બિહારના નોબતપુરમાં આવશે. ધીરેન્દ્ર શાસ્ત્રી નોબતપુરના તરેત ગામમાં ભગવાન રાઘવેન્દ્રની ધરતી પર 13મી મેથી 17મી મે સુધી દરબાર લગાવશે. લગભગ 3 કલાક સુધી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દરબારમાં  ભક્તોની અરજીઓ સાંભળશે અને તેમને પ્રવચન આપશે. આશા છે કે બાગેશ્વર બાબાના દરબારમાં દરરોજ લગભગ 3 લાખ લોકો આવી શકે છે. દરબારના આયોજનને  લઈને આયોજકોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 


આયોજન કમિટીના સચિવ રાજશેખરે કહ્યું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કાર્યક્રમ માટે મંજૂરી મળી ગઈ છે. 13થી 17મી મે સુધી દરરોજ સાંજે 4થી 7 વાગ્યા સુધી હનુમત કથા, ત્યારબાદ ભજન સંધ્યા અને પછી ગુરુજી સાથે વાર્તાલાપ થશે. 15મી મેના રોજ દિવ્ય દરબાર થશે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પરચો કાઢવાનો કાર્યક્રમ કરશે. એ પણ જણાવવામાં આવ્યું છે કે આ દરબારમાં આવવાની કે લંગરમાં પ્રસાદ ખાવાની કોઈ ફી લાગશે નહીં. અહીં બિલકુલ નિશુલ્ક વ્યવસ્થા રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube