Sudan થી પાછા ફરેલા ભારતીયોની રૂવાડાં ઊભા કરી નાખે તેવી આપવીતી, બોલ્યા- 'જાણે અમે ડેથ ચેમ્બરમાં હતા'

Sudan Crisis: સુદાનમાં હાલ ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. સંકટગ્રસ્ત સુદાનથી નીકળ્યા બાદ સાઉદી અરબથી દિલ્હી એરપોર્ટ પહોંચેલા હરિયાણાના સુખવિંદર સિંહે રાહતના શ્વાસ લેતા કહ્યું કે સુદાનમાં જાણે એવું લાગતું હતું કે અમે મૃત્યુશૈયા પર હતા. 

Sudan થી પાછા ફરેલા ભારતીયોની રૂવાડાં ઊભા કરી નાખે તેવી આપવીતી, બોલ્યા- 'જાણે અમે ડેથ ચેમ્બરમાં હતા'

Sudan Civil War: સુદાનમાં હાલ ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. સંકટગ્રસ્ત સુદાનથી નીકળ્યા બાદ સાઉદી અરબથી દિલ્હી એરપોર્ટ પહોંચેલા હરિયાણાના સુખવિંદર સિંહે રાહતના શ્વાસ લેતા કહ્યું કે સુદાનમાં જાણે એવું લાગતું હતું કે અમે મૃત્યુશૈયા પર હતા. વ્યવસાયે એન્જિનિયર સુખવિંદર (40) એ 360 ભારતીય નાગરિકોના પહેલા જથ્થામાં સામેલ હતા જે ભારતના ઓપરેશન કાવેરી હેઠળ બુધવારે સ્વદેશ પરત ફર્યા. 

જાણે અમે મૃત્યુશૈયા પર હતા
હરિયાણાના ફરીદાબાદના રહીશ સુખવિંદરે સુદાનમાં પોતાના અનુભવને યાદ કરતા કહ્યું કે તેઓ હજુ પણ ખુબ ડરેલા છે. તેમણે કહ્યું કે અમે એક વિસ્તારમાં સમેટાઈને રહી ગયા હતા. અમે એક રૂમ પૂરતા સીમિત હતા. એવું લાગતું હતું જાણે અમે મૃત્યુશૈયા પર હોઈએ. ભારતે હિંસાગ્રસ્ત સુદાનમાંથી રેસ્ક્યૂ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 670 નાગરિકોને બહાર કાઢ્યા છે. ઉત્તર પ્રદેશના કુશીનગરના રહીશ એક ફેક્ટરીના કર્મચારી છોટુએ અહીં પહોંચતા જ બૂમો પાડતા કહ્યું કે મરીને પાછો આવી ગયો. 

છોટુએ કહ્યું કે હવે ક્યારેય સુદાન પાછો નહીં જાઉ. હું મારા દેશમાં ગમે તે કરી લઈશ પરંતુ પાછો નહીં જાઉ. વિદેશ મંત્રી જયશંકરે સુદાનમાંથી પાછા ફરેલા ભારતીયોની કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરી છે. તેમણે લખ્યું કે ભારત પોતાના લોકોનું સ્વાગત કરે છે. ઓપરેશન કાવેરી હેઠળ પહેલી ઉડાણ દિલ્હી પહોંચી અને 360 ભારતીય નાગરિકો પોતાની માતૃભૂમિ પર ઉતર્યા. 

This is the sixth batch of Indians to be evacuated from Sudan under #OperationKaveri, taking the total to nearly 1100 persons. pic.twitter.com/lBhEHOiY9o

— Arindam Bagchi (@MEAIndia) April 26, 2023

પંજાબના હોશિયારપુરના રહીશ તસમેર સિંહ (60)એ સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન પોતાના અનુભવને ભયાનક ગણાવ્યો. તેમણે કહ્યું કે અમે એક મૃતદેહ જેવા હતા. એક નાના ઘરમાં વીજળી-પાણી વગર રહેતા હતા. અમે ક્યારેય વિચાર્યું નહતું કે જીવનમાં આવી પરિસ્થિતિનો સામનો કરીશું. પરંતુ ભગવાનનો આભાર માનીએ છીએકે અમે જીવતા છીએ. 

સુદાનમાં છેલ્લા 12 દિવસથી દેશની સેના અને એક અર્ધસૈનિક દળ (રેપિડ સપોર્ટ ફોર્સિસ) વચ્ચે ઘાતક સંઘર્ષ ચાલુ છે. જેમાં કથિત રીતે 400થી વધુ લોકો માર્યા ગયા છે. સુદાનની સેના અને અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે ઊંડી વાતચીત બાદ 72 કલાકના યુદ્ધવિરામ પર સહમતિ બન્યા બાદ ભારતે સુદાનથી  ભારતીયોને કાઢવાના પોતાના પ્રયત્નો તેજ કર્યા. 

'ઓપરેશન કાવેરી' હેઠળ ભારત શરણાર્થીઓને સાઉદી અરબના જેદ્દાહ લઈ જઈ રહ્યું છે. જ્યાંથી તેમને દેશ પાછા લવાઈ રહ્યા છે. આ બધા વચ્ચે 'ઈન્ડિગો'એ કહ્યું કે ઓપરેશન કાવેરી હેઠળ જેદાહ માટે ચાર્ટર ફ્લાઈટ સેવાની રજૂઆત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે અમે હજુ પણ આ ફ્લાઈટ સેવા શરૂ કરવા માટે મંત્રાલયના વિવરણની રાહ જોઈએ છીએ. હજુ સુધી કોઈ ચીજની પુષ્ટિ થઈ નથી. અનેક રાજ્યોએ 'હેલ્ક ડેસ્ક' ખોલ્યા છે અને દેશમાં આવ્યા બાદ સુદાનથી કાઢવામાં આવેલા ભારતીયો માટે મફત યાત્રા અને આવાસ જેવી મદદની જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news