Indian Foreign Ministry: ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અંગત હુમલો કરવાને લઇને શુક્રવારે નિશાન સાધ્યું અને કહ્યું કે આ તે દેશ (પાકિસ્તાન) માટે પણ એક 'નવું નિમ્ન સ્તર' છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોની ન્યૂયોર્કમાં કરવામાંન આવેલી ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે સારું હોત કે પાકિસ્તાના વિદેશ મંત્રી પોતાની 'કુંઠા' પોતાના દેશમાં આતંકવાદી સંગઠનોના મુખ્ય કાવતરાખોરો પર નિકાળતા, જેમણે આતંકવાદને 'દેશની નીતિ' નો એક ભાગ બનાવી દીધો છે.


બાગચીએ કહ્યું 'પાકિસ્તાન એક એવો દેશ છે જે ઓસામા બિન લાદેનનું એક શહીદના રૂપમાં મહિમામંડન કરે છે અને લખવી, હાફિજ સઇદ, મસૂદ અઝહર, સાજિદ મીર અને દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીને આશરો આપે છે. કોઇ અન્ય દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત 126 આતંકવાદી, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત 27 આતંકવાદી ગ્રુપ હોવાને લઇને ગર્વ કરી શકે નહી. 

આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય


વિદેશમંત્રીએ પાકિસ્તાનને બતાવ્યો આયનો
આ પહેલાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરૂવારે કહ્યું કે દુનિયા પાકિસ્તાનને આતંકવાદ્ના 'કેન્દ્ર' ના રૂપમાં જુએ છે અને પાકિસ્તાનને પોતાની હરકતોમાં સુધારો કરી એક સારો પડોશી બનાવાઅનો પ્રયત્ન કરવા માંગે છે. તેમણે અમેરિકી નેતા હિલેરી ક્લિંટનના ભારતના પડોશી દેશ પર આપવામાં આવેલા નિવેદનને પુનરાવર્તિત કર્યું, જેથી તેમણે કહ્યું કે જે લોકો પોતાના આંગણામાં સાપ પાળે છે, તે એક દિવસ તેને જ કરડે છે. 


ભારતની અધ્યક્ષતામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યક્રમ 'ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝ્મ એપ્રોચ" ચેલેન્જ એન્ડ વે ફોરવર્ડ' બાદ જયશંકરે પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી.


આ પણ વાંચો: લગ્ન પહેલાં આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, પાર્લર જવાની જરૂર નહી પડે
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube