Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા

Sprouted Peanuts Health Benefits: ફણગાવેલી મગફળી ખાવાનું ચલણ ખૂબ ઓછું છે, પરંતુ તમે તેના ફાયદાઓ વિશે વિશે જાણશો તો દરરોજ સેવન કરવાનું શરૂ કરી દેશો. 

Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા

Benefits Of Sprouted Peanuts: આ વાતમાં કોઇ શંકા નથી કે તમારી જીંદગી મગફળી જરૂર ખાધી હશે, તેને ઘણા લોકો પસંદ કરે છે અને સ્નેક્સ તરીકે ખાય છે, પરંતુ શું તમે ક્યારે ફણગાવેલી મગફળી ખાધી છે. આ ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને તેના દ્વારા આપણે ઘણી બિમારીઓથી પણ બચી શકીશું. તેમાં પોષક તત્વોની કોઇ ઉણપ નથી. જે લોકો તેને નિયમિત રીતે ખાય છે તેના શરીરને વિટામિન્સ, મિનરલ્સ, એંજાઇમ્સ, ટ્રેસ એલિમેંટ્સ, પ્રોટીન અને એમિનો એસિડ મળે છે. આવો જાણીએ કે અંકુરિત ભોજન ખાવાથી શરીરને કયા-કયા ફાયદા થઇ શકે છે.  

ફણગાવેલી મગફળીના ફાયદા
1. શરીર થશે દિશા પટણી જેવું મજબૂત
તમારામાંથી ઘણા લોકો એવા હશે જે બોલીવુડ સેંસેશન દિશા પટણી (Disha Patani) ની ફિટનેસથી ઇંસ્પાયર છે, તે પોતાની શરીરની મજબૂતી માટે ખૂબ મહેનત કરે છે. જો તમે પણ સ્ટ્રોન્ગ બોડી ઇચ્છો છો તો ફણગાવેલ મગફળીને ડેલી ડાયટમાં સામેલ કરી લો. જોકે આ ફૂડમાં કેલ્શિયમની ભરપૂર માત્રા મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે. જો બોન્સ સ્ટ્રોન્ગ રહેશે તો શરીર પણ તાકાતવર બનશે. 

2. વજન થશે ઓછું
વધતાં જતા વજનથી ઘણા લોકો પરેશાન રહે છે, તેના માટે ખૂબ પ્રયત્નો પણ કરે છે, પરંતુ દરેકને મનપસંદ રિઝલ્ટ મળતું નથી, એવામાં તમે ફણગાવેલ મગફળી ખાવાનું શરૂ કરી દો. તેમાં ઓમેગા 6 ફેટી એસિડ મળી આવે છે જે મોટાપાને ઓછું કરવામાં મદદ કરે છે. 

3. હેર ફોલથી છુટકારો
હાલના સમયમાં ઘણા લોકો હેરફોલથી પરેશાન છે, જો તેને સમયસર રોકવામાં નહી આવે તો માણસ ટાલિયાપણાનો શિકાર થઇ શકે છે. એવામાં લોકો માટે ફણગાવેલ મગફળી કોઇ ઔષધિથી કમ નથી, તેને ફોલેટનો રિચ સોર્સ ગણવામાં આવે છે, સાથે તેમાં વિટામિન બી અને મેગ્નેશિયલની પણ અછત થતી નથી. આ તમામ ન્યૂટ્રિએટ વાળને મજબૂતી પુરી પાડે છે અને હેરફોલને રોકવામાં મદદ કરે છે. 

(Disclaimer:અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. ) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news