અંબાલા : હરિયાણાના અંબાલામાં 27 જુને એક મોટી દુર્ઘટના થતી અટકી ગઇ. જો કે પાયલોટની સુઝબુઝથી ન માત્ર ભારતીય વાયુસેનું એરક્રાફ્ટ જગુઆર બચી ગયું, પરંતુ એક મોટી દુર્ઘટના થતા પણ ટળી ગઇ હતી. ગુરૂવારે એક એક્સરસાઇઝ દરમિયાન જગુઆર ટેક ઓફ કરતાની સાથે જ પક્ષીઓ સાથે ટકરાઇ ગયું. ટેક ઓફ પછી તુરંત જ થયેલી આ દુર્ઘટનમાં ફાઇટર જેટનું એક એન્જિન બંધ પડી ગયું હતું. ટેક ઓફ કરતા સમયે આ જગુઆરમાં એકસ્ટ્રા ફ્યુલ ટેંક અને પ્રેક્ટિસમાં કામ આવનારા બોમ્બ પણ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO જોવા કરો ક્લિક...


રાહુલની હૈયા'વરાળ' બાદ કોંગ્રેસી નેતાઓનાં રાજીનામાનો 'વરસાદ'
અંબાલા એરબેઝની આસપાસ ઘણી મોટી વસ્તી છે જો જેટ જમીન પર પડ્યું હોત તો જાનમાલને ઘણુ મોટુ નુકસાન થવાનો ખતરો હતો. પાયલોટે ખતરાને ઓળખી સૌથી પહેલા ફાઇટર જેટમાં લાગેલ બે એક્સ્ટ્રા ફાઇટર ટેંકોને અલગ કરી દીધી હતી. સાથે જ તેમાં જેટમાં લાગેલ બોમ્બને પણ અલગ કરી દીધા હતા. એવું કરવાના કારણે જેટનું વજન ઘણુ ઓછુ થઇ ગયું હતું અને ત્યાર બાદ જગુઆર માત્ર એક એન્જિનની મદદથી સુરક્ષીત રીતે લેન્ડ કરી શક્યું હતું. 


મમતાના નિર્ણય પર વિવાદ, મુસ્લિમ બહુમતીવાળી શાળામાં અલગ રસોડું !
VIDEO: મેરઠના પલાયન પાછળનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, ચોંકાવનારા તથ્યો
ફ્યુલ ટેંક અને બોમ્બ સુરક્ષીત જમીન પર પડી ગયા હતા. જેને પછીથી વાયુસેનાએ પોતાના કબ્જામાં લીધા હતા. જો કે ત્યાર બાદ થયેલા એક જોરદાર વિસ્ફોટે ચારે તરફનું વાતાવરણ ધુમાડાથી ભરી દીધું હતું. વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે, પાયલોટે ન માત્ર જેટને બચાવ્યું પરંતુ તેણે વસ્તીમાં જેટ પડવાનાં કારણે થનારા મોટા નુકસાનને પણ ટાળી દીધું હતું. તેમણે કહ્યું કે, એરબેઝની આસપાસ પક્ષીઓના કારણે ફાઇટર જેટ્સને ખુબ જ મોટુ નુકસાન થાય છે. લગભગ તમામ એરબેઝની ચારે તરફ વસ્તી ઘણી વધી ગઇ છે. તેઓ જે કચરો કાઢે છે તેનાથી આકર્ષીત થઇને પક્ષી આવે છે અને જેટ્સ માટે ખતરો બને છે. વાયુસેના સમયાંતરે લોકોને આ સમસ્યા માટે જાગૃત કરવાનું અભિયાન ચલાવતા રહે છે.