VIDEO: મેરઠના પલાયન પાછળનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, ચોંકાવનારા તથ્યો

દેશમાં ઉત્તર પ્રદેશના કેરાના બાદ હવે તે જ પ્રદેશના મેરઠ શહેરનાં સમાચારપત્રોમાં છે. આ જ કારણ છે કે મોટા પ્રમાણમાં હિદુ પરિવારોનાં પલાયન મુદ્દો જોર પકડી રહ્યો છે. જોત જોતામાં ગત્ત દિવસની સાથે આ સમાચાર સમગ્ર દેશમાં આગની જેમ ફેલાઇ ગયા. આ સમગ્ર પ્રકરણના મુળ સુધી પહોંચવા માટે ZEE Newsની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઇને આ કહાનીની સમગ્ર ઇનસાઇડ સ્ટોરીને જાણવા અને શોધવાનો પ્રયાસ કર્યો તો અનેક ચોંકાવનારા અને ડરામણા સત્યો સામે આવ્યા. 
VIDEO: મેરઠના પલાયન પાછળનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, ચોંકાવનારા તથ્યો

મેરઠ : દેશમાં ઉત્તર પ્રદેશના કેરાના બાદ હવે તે જ પ્રદેશના મેરઠ શહેરનાં સમાચારપત્રોમાં છે. આ જ કારણ છે કે મોટા પ્રમાણમાં હિદુ પરિવારોનાં પલાયન મુદ્દો જોર પકડી રહ્યો છે. જોત જોતામાં ગત્ત દિવસની સાથે આ સમાચાર સમગ્ર દેશમાં આગની જેમ ફેલાઇ ગયા. આ સમગ્ર પ્રકરણના મુળ સુધી પહોંચવા માટે ZEE Newsની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઇને આ કહાનીની સમગ્ર ઇનસાઇડ સ્ટોરીને જાણવા અને શોધવાનો પ્રયાસ કર્યો તો અનેક ચોંકાવનારા અને ડરામણા સત્યો સામે આવ્યા. 

જ્યારે જી ન્યુઝની ટીમ પ્રહલાદ નગર કોલોની પહોંચી તો લગભગ દરેક ગલીનું તાળુ જડાયેલું મકાનોને બહારવો બોર્ડ લાગેલું મળ્યું જેના પર લખ્યું હતું કે, આ મકાન વેચવાનું છે. સાથે જ આ મકાન માલિકનો મોબાઇલ નંબર પણ લખેલો હતો. અમે આ મહોલ્લાનાં સૌથી જુના મંદિર ગીતા ભવન પહોંચ્યા જ્યાં સવારથી જ ઘણા બધા લોકો જમા હતા. આ લોકો સાથે વાતચીત ચાલુ કરી અમે તો એક એક કરીને પરિવારનાં પલાયનની કહાની પાછળના કારણો પરથી પડદો ઉઠાવવાનું ચાલુ થયું. 

અહીં હાજર એક વ્યક્તિ વૃજરાજ ગુપ્તાએ જણાવ્યું કે, અહીં મહોલ્લામાં મહિલાઓ અને યુવતીઓની છેડતીની ઘટના સામાન્ય થઇ ગઇ હતી. મહોલ્લામાં ગલિઓમાં એક ખાસ સમુદાયનાં યુવકો બેખોફ ગુંડાગર્દી કરતા, બાઇક સ્ટંટ કર્યો છે અને આ તમામ વાતો અને ઘટનાઓથી પરેશાન થઇને તેમણે પોતાનું અહીંનુ મકાન વેચી દીધું અને પરિવાર સહિત મેરઠના અન્ય વિસ્તારમાં જઇને વસી ગયા. 

એક અન્ય વ્યક્તિએ જણાવ્યું કે, 1947માં દેશની આઝાદી દરમિયાન વહેંચણી બાદ મેરઠની આ કોલોની રેફ્યુઝી કોલોની તરીકે વસાવવામાં આવી જ્યાં સ્થાન મળ્યું ત્યાં તેમણે પોતાનું ઘર બનાવ્યું. શું એકવાર ફરીથી અમારે અહીંથી પલાયન કરવાની પરિસ્થિતી પેદા થઇ રહી છે ?
ગલીઓમાંથી પસાર થતા સમયે અમારી મુલાકાત ટ્યુશન વાંચીને પરત ફરી રહેલી આ જ સોસાયટીની બે બાળકીઓ સાથે થઇ. તેમણે જણાવ્યું કે, સોસાયટીનાં માર્ગો પર જે પ્રકારની સ્થિતી છે તે જોતા અમે એકલા નિકળી શકીએ તેમ નથી. વારંવાર બહારનાં યુવકો બાઇકો પર ગલીઓમાં ચક્કર મારતા આવે છે અને પરેશાન કરે છે. તેઓ કોઇથી પણ નથી ગભરાતા. 

મેરઠનાં આ મહોલ્લાવાસીઓનો આરોપ છે કે, દિવસ શરૂ થતાની સાથે જ બીજા સંપ્રદાયના યુવાનો બાઇક પર ફુલ સ્પીડથી હોર્ન વગાડગા વગાડતા નિકળે છે. યુવતીઓ પર જેવી તેવી કોમેન્ટ કરવી અને મારા મારી કરવી તેમના માટે સામાન્ય ઘટના બની ગઇ છે. જે મહોલ્લા એક સમયે મેરઠનું ગૌરવ હતું આજે તે જ મહોલ્લાઓમાં કોઇ સારા પરિવારના વ્યક્તિઓ રહેવા નથી માંગતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news