close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાહુલની હૈયા'વરાળ' બાદ કોંગ્રેસી નેતાઓનાં રાજીનામાનો 'વરસાદ'

કોંગ્રેસનાં કાયદા તથા આરટીઆઇ સેલનાં ચેરમેન વિવેક તનખાએ રાજીનામું આપ્યાનાં થોડા જ સમય બાદ દિલ્હી, મધ્યપ્રદેશ અને હરિયાણાનાં અનેક નેતાઓએ પણ પોતાનાં પદો પરથી રાજીનામા ધર્યા

Updated: Jun 28, 2019, 08:23 PM IST
રાહુલની હૈયા'વરાળ' બાદ કોંગ્રેસી નેતાઓનાં રાજીનામાનો 'વરસાદ'

નવી દિલ્હી : કોંગ્રેસનાં અનેક નેતાઓએ લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધઉં છે, જેથી રાહુલ ગાંધી સ્વતંત્ર રીતે પોતાની નવી ટીમ પસંદ કરી શકે. જો કે રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવાની પોતાની જીદ પર અડગ છે. કોંગ્રેસનાં કાયદા તથા આરટીઆઇ સેલ ચેરમેન વિવેક તન્ખાએ રાજીનામું આપ્યાના થોડા જ સમય બાદ દિલ્હી, મધ્યપ્રદેશ અને હરિયાણાનાં બીજા નેતાઓએ પોતાનાં પદો પરતી રાજીનામાં આપી દીધા. ગુરૂવારે રાત્રે રાજીનામું આપતા તન્ખાએ કહ્યું કે, પાર્ટી ઘણા લાંબા સમય સુધી ગતિરોધ રહી શકે નહી. તેમણે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને અપીલ કરી કે તેઓ કોંગ્રેસને એક જુઝારુ શક્તિ તરીકે પુનર્જીવિત કરે. 

જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા નાગરિકો માટે અનામત વિધેયક લોકસભામાં પાસ
વિવેકે તબક્કાવાર ટ્વીટ કર્યા
તન્ખાએ શુક્રવારે અનેક ટ્વીટ કર્યા. તેમણે કહ્યું કે, અમને બધાને પાર્ટીનાં પદો પરથી પોત પોતાનાં રાજીનામાં ધરી દેવા જોઇએ અને રાહુલજીને તેમની ટીમની પસંદગી કરવાનો અધિકાર આપવો જોઇએ. તેમણે કહ્યું કે, મે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી) વિભાગનાં કાયદા, આરટીઆઇ અને એચઆર અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું. પાર્ટી વધારે સમય સુધી ગતિરોધ કરી શકે નહી. 

હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડો, કઢંગી હાલતમાં ઝડપાઇ અનેક અભિનેત્રીઓ

મોદી સરકારમાં કાશ્મીર સ્વર્ગ જ છે અને જળવાઇ રહેશે : ભાજપ
તેમણે કહ્યું કે, રાહુલ જી કૃપા કરીને પાર્ટીને જુઝારુ શક્તિ તરીકે પુનર્જિવિત કરવા માટે મોટા પરિવર્તન કરે. તમારી પાસે પ્રતિબદ્ધતા અને દ્રઢ સંકલ્, બંન્ને વસ્તુ છે. બસ એક સારી સ્વિકાર્ય અને પ્રભાવશાળી દેશવ્યાપી ટીમ શોધો. હું તમામ સ્થિતીઓમાં તમારી સાથે છું. ઉત્તરપશ્ચિમ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર રહેલા લિલોઠિયાએ શુક્રવારે દિલ્હી કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું. 

જમ્મૂ-કાશ્મીરમાં હજૂ 6 મહિના રહેશે ‘રાષ્ટ્રપતિ શાસન’: ગૃહમંત્રી અમિત શાહ
બીજા રાજ્યોનાં નેતાઓએ પણ આપ્યા રાજીનામા
તન્ખા અને લિલોઠીયા ઉપરાંત, હરિયાણા મહિલા કોંગ્રેસના પ્રમુખ સુમિત્રા ચૌહાણ, મેઘાલયથી પાર્ટી મહાસચિવ નેટ્ટા પી.સંગ્મા, સચિવ વીરેન્દ્ર રાઠોડ, છત્તીસગઢનાં સચિવ અનિત ચૌધરી, મધ્યપ્રદેશનાં સચિવ સુધીર ચૌધરી અને હરિયાણાના સચિવ સત્યવીર યાદવે પણ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધુ. કોંગ્રેસે આ સપ્તાહે પોતાની ઉત્તરપ્રદેશની તમામ જિલ્લા સમિતીઓને ભંગ કરી દીધો અને લોકસભા ચૂંટણી દરમિયાન અનુશાસનહિનતા અને પાર્ટી વિરોધી ગતિવિધિઓના મુદ્દા જોવા માટે એક ત્રણ સભ્યોની અનુશાસન સમિતીની પણ રચના કરી. 

મુંબઇમાં ચોમાસાનો પહેલો વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા સર્જાયો ટ્રાફિક જામ
હાલમાં જ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મોટા પરાજયનો સામનો કરવો પડ્યો છે.  પાર્ટીને માત્ર 52 સીટો પર જીત મળી છે. રાહુલ ગાંધી પોતે ઉત્તરપ્રદેશનાં અમેઠીથી પોતાની સીટ પણ બચાવી શક્યા નહોતા. જો કે કેરળની વાયનાડ સીટથી લોકસભા પહોંચ્યા છે. ત્યાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું અને આ વાતને અનેક વખત સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ પાર્ટીનાં અધ્યક્ષ પદ પર નથી રહેવા માંગતે. 

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, પર્વતોમાં છુપાયેલા છે આતંકી!
ગુરૂવારે પણ ગાંધી મહાસચિવ કે.સી વેણુગોપાલે સ્પષ્ટતા કરી કે તેઓ અધ્યક્ષ પદ છોડવાની જીદ કરી રહ્યા છે. સાથે જ ગાંધીએ કહ્યું કે, જ્યા સુધી કોઇ નવી પાર્ટી પ્રમુખ નથી મળતા, તેઓ મહત્વપુર્ણ બેઠકોની અધ્યક્ષતા કરતા રહેશે. પાર્ટી સુત્રો અનુસાર  નવા પાર્ટી પ્રમુખ પર નિર્ણય લેવા માટે સીડબલ્યુસીની બેઠક બોલાવવામાં આવશે. બેઠક પહેલા દેશનાં સૌથી જુના રાજનીતિક દળોમાં વધારે રાજીનામાની સંભાવનાઓ છે.