Birth Certificate: બર્થ સર્ટિફિકેટથી થઇ જશે બધા કામ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ
New Rules: બર્થ સર્ટિફિકેટને લઈને નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે. તેનાથી બર્થ સર્ટિફિકેટનું મહત્વ વધુ વધી જશે. 1 ઓક્ટોબરથી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ સિંગલ દસ્તાવેજ તરીકે થશે. કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્રમાં આ બિલ પાસ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે તેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
Registration of Births and Deaths (Amendment) Act: હવે તમારા બધા કામ બર્થ સર્ટિફિકેટની મદદથી થશે. એકવાર આ નિયમ લાગુ થઈ ગયા પછી તમારે બીજા કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે. 1 ઓક્ટોબરથી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ સિંગલ દસ્તાવેજ તરીકે થશે. પ્રવેશ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને આધાર સહિત જન્મ પ્રમાણપત્રની મદદથી તમે ઘણી બધી બાબતો કરી શકશો.
પીરિયડ્સ આવ્યા નથી! આ 6 કારણોના લીધે બગડી શકે છે મેંસ્ટ્રાલ સાઇકલ
Success Story: લુકમાં કોઇ મોડલથી કમ નથી, આવી છે IPS થી IAS બનવાની કહાની
બર્થ સર્ટિફિકેટને લઈને નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે. તેનાથી બર્થ સર્ટિફિકેટનું મહત્વ વધુ વધી જશે. 1 ઓક્ટોબરથી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ સિંગલ દસ્તાવેજ તરીકે થશે. કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્રમાં આ બિલ પાસ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે તેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
LPG Cylinder Price: અહીં ફક્ત 450 રૂપિયામાં મળી રહ્યો છે ગેસ સિલિન્ડર, જાણો કોણ કરી શકે છે એપ્લાય?
Desi Jugaad: જુગાડ ભારતીયોનો જવાબ નહી, વિશ્વાસ ન થતો હોય તો જોઇ લો આ દેસી જુગાડ
એકવાર આ નિયમ લાગુ થઈ ગયા પછી તમારે બીજા કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે. તમારું કામ જન્મ પ્રમાણપત્રથી જ થશે. એડમિશન, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને આધાર બનાવવાની જેમ, તમે જન્મ પ્રમાણપત્રની મદદથી ઘણી બધી બાબતો કરી શકશો. આનાથી ઘણા દસ્તાવેજોની જરૂરિયાત ઘટશે. બાળકના જન્મ પ્રમાણપત્રને માતા-પિતાના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે.
ભારતની આ 5 જગ્યાઓને કહેવામાં આવે છે 'જન્નત', એવું લાગશે કે જાણે સપનામાં છો તમે
Suryakumar Yadav: બનારસની ગલીઓથી નિકળ્યો ભારતનો મિસ્ટર 360, 31 ની ઉંમરમાં કર્યું ડેબ્યૂ
Numerology: મૂળાંક 1 રાશિવાળા આ દિશામાં રાખો આ એક વસ્તુ, ચમકી જશે કિસ્મત, ભાગ્ય નહી છોડે સાથ
સરકાર કરશે ડેટા બેઝ તૈયાર
હોસ્પિટલો સહિત લગભગ તમામ સરકારી વિભાગો પાસે આ ડેટા હશે, જેનો તેઓ જરૂર પડ્યે ઉપયોગ કરી શકશે. સરકાર જન્મ અને મૃત્યુના રેકોર્ડનું સંચાલન કરવા માટે ડેટા બેઝ તૈયાર કરશે. આ બિલને સંસદના બંને ગૃહોએ ચોમાસુ સત્રમાં મંજૂરી આપી હતી. જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) બિલ 2023 લોકસભામાં 1 ઓગસ્ટ અને 7 ઓગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
Dry Fruits: કયા લોકોને ન ખાવા જોઇએ ડ્રાય ફ્રૂટ્સ? જાણો તમે આ લિસ્ટમાં છે કે નહી
દોઢ વર્ષ બાદ 'ક્રૂર' કેતુ કરશે ગોચર, પૈસા-સ્વાસ્થ્યનું નુકસાન વેઠશે આ 3 રાશિઓ
નવા નિયમથી શું થશે?
જો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં મૃત્યુ પામે છે, તો તે મૃત્યુ પ્રમાણપત્ર આપશે. જો કોઈ વ્યક્તિ બહાર મૃત્યુ પામે છે, તો તે વ્યક્તિની સંભાળ લેતા ડૉક્ટર અથવા તબીબી વ્યવસાયી મૃત્યુ પ્રમાણપત્ર જારી કરશે. આ હેઠળ, રજિસ્ટ્રારને જન્મ અને મૃત્યુની નોંધણી મફતમાં કરવાની રહેશે. પ્રમાણપત્ર સાત દિવસમાં આપવામાં આવશે. તો બીજી તરફ જો કોઈને રજિસ્ટ્રારની કામગીરી અંગે કોઈ ફરિયાદ હોય, તો તેણે 30 દિવસની અંદર અપીલ કરવાની રહેશે. રજિસ્ટ્રારે તેનો જવાબ 90 દિવસમાં આપવાનો રહેશે.
શું પાણી પીવાથી ઘટે છે Belly Fat? જાણો આ દાવામાં કેટલી સચ્ચાઇ અને કેટલી ભ્રમણા
મુઘલોના રાજમાં કેવી રીતે થતા હતા તલાક? બનાવવામાં આવ્યા હતા કડક નિયમો
તેના ફાયદા
મૃત્યુ અને જન્મ રજિસ્ટરને મતદાર યાદી સાથે જોડવામાં આવશે. વ્યક્તિ 18 વર્ષની થાય કે તરત જ તેનું નામ મતદાર યાદીમાં આપોઆપ ઉમેરાઈ જશે. તો બીજી તરફ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેની માહિતી ચૂંટણી પંચ સુધી પહોંચશે. આ પછી તેનું નામ ત્યાંથી આપોઆપ દૂર થઈ જશે.
બેકડોરથી લાવવામાં આવી રહ્યું છે NRC- ઓવૈસી
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલ પર કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પાછલા બારણે NRC લાવી રહી છે. તમને જણાવી દઈએ કે નિત્યાનંદ રાયે 26 જુલાઈના રોજ રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (એમેન્ડમેન્ટ) બિલ 2023 રજૂ કર્યું હતું.
અમીર બનવાના ઉપાય, 5 રૂપિયાનો આ ટોટકો દૂર કરી દેશે ગરીબી, આજે જ કરો ટ્રાય
Vastu Tips: ઓશિકા નીચે રાખીને ઉંઘો આ વસ્તુઓ, ચૂંબકની માફક ખેંચી લાવશે ધન, ચમકી જશે ભાગ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube