LPG Cylinder Price: અહીં ફક્ત 450 રૂપિયામાં મળી રહ્યો છે ગેસ સિલિન્ડર, જાણો કોણ કરી શકે છે એપ્લાય?

LPG Gas Cylinder Price: દેશભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે (Central Government) ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. હવે તમારી પાસે માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર (Gas Cyliber) મેળવવાની તક છે. આ લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે.

15 સપ્ટેમ્બરે સિલિન્ડર સસ્તામાં બુક થશે

1/6
image

એમપી સરકાર દ્વારા સસ્તા દરે ગેસ સિલિન્ડર બુક કરવાની તક આપવામાં આવી રહી છે. આ યોજના સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી.

450 રૂપિયામાં કોને મળશે ગેસ સિલિન્ડર?

2/6
image

મધ્યપ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ, એલપીજી કનેક્શન ધરાવતી મહિલાઓ અને લાડલી બેહના યોજનાના લાભાર્થીઓને માત્ર 450 રૂપિયામાં ઓછી કિંમતે કિચન ગેસ સિલિન્ડર મળશે.

રાજ્ય કેબિનેટમાં આપી મંજૂરી

3/6
image

રાજ્યના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ અંગે માહિતી આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીની કેન્દ્રીય કેબિનેટે એલપીજી કિચન સિલિન્ડરના ભાવમાં રૂ. 200નો ઘટાડો કરવાની જાહેરાત કર્યાના બે દિવસ બાદ, શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વવાળી એમપી કેબિનેટે દરખાસ્તને મંજૂરી આપી હતી.

કેન્દ્ર સરકારે 200 રૂપિયાનો કર્યો ઘટાડો

4/6
image

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે હાલમાં જ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ પહેલા દેશભરમાં ગેસ સિલિન્ડરની કિંમત 1100 રૂપિયાની આસપાસ હતી. હવે તમને તે જ સિલિન્ડર લગભગ 900 રૂપિયામાં મળી રહ્યો છે.

લાડલી બહેન યોજના માટે અરજી કરવાની રહેશે

5/6
image

તમને જણાવી દઈએ કે LPG સિલિન્ડર માત્ર 450 રૂપિયામાં મેળવવા માટે અરજદારોએ લાડલી બહેન સ્કીમ હેઠળ અરજી કરવી પડશે.

ક્યાંથી કરી શકો છો અરજી

6/6
image

તમને જણાવી દઈએ કે લાડલી બહેન યોજના માટેની અરજીઓ ગ્રામ પંચાયત ઓફિસ, આંગણવાડી ઓફિસ અથવા કેમ્પ ઓફિસમાં ભરવામાં આવતી હતી. તેવી જ રીતે સસ્તા દરે સિલિન્ડર મેળવવા માટે તમારે અરજી કરવી પડશે.