Success Story: લુકમાં કોઇ મોડલથી કમ નથી, આવી છે IPS થી IAS બનવાની કહાની
કેટલાક લોકો ઉદાહરણ બની જાય છે. ઘણીવાર સાંભળવા મળે છે કે પિતા પોતાની દીકરીઓની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ એક દીકરી એવી પણ છે જે પોતાના પિતાના સપનાને પૂરા કરવા માટે પોતાના સપનાને ભૂલી ગઈ. ઉત્તરાખંડના કર્ણપ્રયાગની રહેવાસી IAS ઓફિસર મુદ્રા ગેરોલાની આ કહાની છે.
અહીંથી કર્યો ધોરણ 10 અને 12નો અભ્યાસ
IAS ઓફિસર મુદ્રા ગેરોલા ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગના રહેવાસી છે. હાલમાં તેમનો પરિવાર દિલ્હીમાં રહે છે. તે બાળપણથી જ ટોપર રહી છે. તેને 10માં 96% અને 12મા બોર્ડની પરીક્ષામાં 97% માર્કસ હતા.
મુંબઈથી કર્યું BDS
મુંબઈથી કર્યું BDS શાળામાં ભારતની પ્રથમ મહિલા IPS કિરણ બેદી દ્રારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. 12મું પાસ કર્યા બાદ મુદ્રાએ મુંબઈની મેડિકલ કોલેજમાં BDS એટલે કે ડેન્ટલમાં એડમિશન લીધું. BDSમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, તે દિલ્હી આવી અને એમડીએસમાં પ્રવેશ મેળવ્યો.
પિતાનું સપનું કર્યું પૂરું
તેમના પિતા હંમેશા ઈચ્છતા હતા કે તેમની પુત્રી આઈએએસ ઓફિસર બને. જોકે પિતા IAS બનવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર તે અધૂરું રહી ગયું. મુદ્રાએ એમડીએસનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને યુપીએસસીની સંપૂર્ણ તૈયારી કરવા લાગી. વર્ષ 2018 માં તેણે પ્રથમ વખત UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા આપી. જેમાં તે ઇન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચી હતી.
2022માં બની આઈ.એ.એસ
2019 માં ફરી UPSC ઇન્ટરવ્યુ આપ્યો. આ વખતે પણ ફાઇનલ સિલેક્શન થયું ન હતું. ત્યારબાદ તે 2020 માં તે મેન્સ એક્ઝામ ક્રેક કરી શકી ન હતી. મુદ્રાએ ફરી એકવાર વર્ષ 2021માં યુપીએસસીની પરીક્ષા આપી. આ વખતે તેની મહેનત ફળી અને તેણે 165મા રેન્ક સાથે UPSC પાસ કરી અને IPS બની. પરંતુ તેમને આઈએએસથી ઓછું કંઈ સ્વીકાર્યું નહીં. વર્ષ 2022 માં 53મા રેન્ક સાથે UPSC ક્લિયર કરીને IAS બનવામાં સફળ રહી.
પિતા પોતે બનવા માંગતા હતા IAS
મુદ્રાના પિતા અરુણ પણ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને IAS બનવા માંગતા હતા. તેમણે વર્ષ 1973માં યુપીએસસીની પરીક્ષા આપી હતી. તે સમયે તે ઈન્ટરવ્યુમાં સફળ થઈ શક્યા ન હતા. તેમનું અધૂરું સપનું તેમની દીકરીએ પૂરું કર્યું.
Trending Photos