રાજસ્થાન: પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસને જબરદસ્ત ઝટકો, અનેક મંત્રીઓના ગઢમાં ભગવો લહેરાયો
રાજસ્થાનમાં થયેલી પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ અને CM અશોક ગેહલોતને મોટી નિરાશા સાંપડી છે. ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી અનેક બેઠકો કબ્જે કરી છે. પંચાયત ચૂંટણીમાં સજ્જડ હાર અશોક ગેહલોત માટે મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.
જયપુર: રાજસ્થાન (Rajasthan) માં થયેલી પંચાયત ચૂંટણી (Panchayat Election) માં કોંગ્રેસ (Congress) અને CM અશોક ગેહલોતને મોટી નિરાશા સાંપડી છે. ભાજપે કોંગ્રેસનો ગઢ ગણાતી અનેક બેઠકો કબ્જે કરી છે. પંચાયત ચૂંટણીમાં સજ્જડ હાર અશોક ગેહલોત માટે મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. આ હાર બાદ ગેહલોત વિરુદ્ધ કોંગ્રેસની અંદર જ અવાજ તેજ થાય તેવી શક્યતા છે.
Farmers Protest: સરકારે ખેડૂતોને મોકલ્યો પ્રસ્તાવ, જાણો કૃષિ કાયદામાં કયા-કયા ફેરફાર શક્ય
1836 બેઠકો પર ભાજપે ફતેહ કરી
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ ભાજપે પંચાયત સમિતિની 1836 બેઠકો પર કબ્જો જમાવ્યો છે. આ બાજુ સત્તાધારી પક્ષ કોંગ્રેસને ફાળે 1718 બઠકો ગઈ છે. જિલ્લા પરિષદની 636 બેઠકોમાંથી 606 નું પરિણામ આવી ગયું છે. ભાજપને 326 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસના ફાળે 250 બેઠકો ગઈ છે.
SCનો રાજ્યોને આદેશ, કોરોના સંક્રમિતોના ઘરની બહાર નહીં લગાવી શકાય પોસ્ટર
કૃષિ કાયદા વિરુદ્ધ મહત્વની ગણાતી હતી આ ચૂંટણી
અત્રે જણાવવાનું કે દેશભરમાં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત કહેતા હતા કે જો પંચાયત ચૂંટણીમાં ભાજપની હાર થઈ તો તેનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો જનતાએ અસ્વીકાર કર્યો છે. પરંતુ ભાજપની જીતે કોંગ્રેસના તમામ દાવાની હવા કાઢી નાખી છે. ખેડૂતો આંદોલન વચ્ચે અશોક ગેહલોતે ખેડૂતોને રાહત આપવા માટે જાહેરાત પણ કરી હતી કે પરંતુ તેમને તેનો લાભ મળ્યો નહીં અને એક સ્વરે રાજસ્થાનની જનતાએ પીએમ મોદીનું સમર્થન કર્યું.
Corona Update: દેશમાં કેવી છે કોરોનાની સ્થિતિ? ખાસ જાણો લેટેસ્ટ અપડેટ
ગેહલોતના દિગ્ગજ મંત્રીઓના ગઢમાં ભાજપની શાનદાર જીત
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના તમામ દિગ્ગજનોના વિસ્તારોમાં કોંગ્રેસ હારી ગઈ છે. હાલના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ચૂંટણી મત વિસ્તાર લક્ષ્મણગઢમાં પણ કોંગ્રેસ હારી. પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના ટોંક, સ્વાસ્થ્યમંત્રી રઘુ શર્માના વિસ્તાર અજમેર, ખેલમંત્રી અશોક ચાંદના વિસ્તાર બુંદી, સહકારિતા મંત્રી ઉદયલાલ આંજનાના વિસ્તાર ચિતૌડગઢમાં કોંગ્રેસ હારી છે.
21 જિલ્લા પ્રમુખો માટેની ચૂંટણીમાં 14 પર ભાજપ અને 5 પર કોંગ્રેસને જીત મળી છે. જ્યારે એક પર ભારતીય ટ્રાયબલ પાર્ટીએ કબ્જો જમાવ્યો છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube