નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરૂવારે સંગઠન સ્તર પર મહત્વનો ફેરફાર કરતા પાર્ટીના સંયુક્ત મહાસચિવ (સંગઠન) વી. સતીશ (V Satish)ની નવા પદ 'સંગઠક' પર નિમણૂક કરવામાં આવી છે જ્યારે સૌદાન સિંહ (Saudan Singh)ને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સંયુક્ત સચિવ (સંગઠન) શિવ પ્રકાશ (Shiv Prakash) આ પદ પર યથાવત રહેશે પરંતુ તેમની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપે એક અખબારી યાદી જાહેર કરી આ માહિતી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના પદાધિકારીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર
પ્રકાશ પહેલા ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીનું કામકાજ જતા હતા પરંતુ હવે તે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ગતિવિધિઓ જોશે. સતીશ હવે પાર્ટીના સંસદીય કાર્યાલય, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ મોર્ચા વચ્ચે સમન્વય જોશે અને પાર્ટીના વિશેષ સંપર્ક કાર્યક્રમની જવાબદારી સંભાળશે. આ પહેલા તેઓ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પાર્ટીનું કામકાજ જોતા હતા. 


આ પણ વાંચોઃ PM મોદી આ મામલે નંબર-1, વિશ્વના તમામ નેતાઓને પછાડ્યા  


રાષ્ટ્રીય સ્વસંસેવક સંઘ સાથે જોડાયેલા છે ત્રણેય નેતા
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર તથા ઝારખંડમાં પાર્ટીનું કામકાજ જોઈ રહેલા સૌદાન સિંહ હવે કેન્દ્ર શાસિત પ્રદેશો, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પાર્ટીનું કાર્ય કરશે. ઉલ્લેખનીય છે કે ત્રણેય નેતા સતીશ, પ્રકાશ અને સૌદાન સિંહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્ણ કાલિન પ્રચારક છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube