2 રૂપિયે કિલો લોટ અને વિદ્યાર્થીઓને ફ્રી સ્કુટી, જાણો દિલ્હીમાં BJPએ કરેલા 10 મોટા વાયદા
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે (BJP) પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ કહ્યું કે અમે દિલ્હીના ભવિષ્યને બદલવાનું કામ કરીશું.
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે (BJP) પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ કહ્યું કે અમે દિલ્હીના ભવિષ્યને બદલવાનું કામ કરીશું. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે દિલ્હીમાં વાયુ-જળ પ્રદર્શન સૌથી મોટી સમસ્યા છે. અમારી કેન્દ્ર સરકાર બંન્ને દિશામાં મોટા કામ કરી રહ્યાં છીએ. અમારી સરકારનું ફોકસ દિલ્હીમાં સાફ પાણીની વ્યવસ્થા કરવાનું છે.
નિર્ભયાના નરાધમોને મળ્યો નવો ચાન્સ, કાલે નહીં આપી શકાય ફાંસી
ભાજપના સંકલ્પ પત્રના 10 મોટા વાયદા
કોલેજ જતી ગરીબ વિદ્યાર્થીઓને મફત ઈલેક્ટ્રિક સ્કૂટી આપવામાં આવશે.
ગરીબ લોકોને બે રૂપિયામાં એક કિલો લોટ આપવામાં આવશે.
નવમા ધોરણમાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓને મફતમાં સાયકલ આપવામાં આવશે.
ગરીબ વિધવા મહિલાની દીકરીના લગ્ન માટે 51000 રૂપિયાની મદદ આપવામાં આવશે.
દિલ્હીમાં નવી 200 શાળાઓ અને 10 કોલેજો બનાવવામાં આવશે.
કાયદાકીય રીતે સીલિંગની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે.
દિલ્હીના દરેક ઘરમાં ચોખ્ખું પાણી પહોંચાડવામાં આવશે.
પાંચ વર્ષમાં દિલ્હીને ટેન્કરથી મુક્ત બનાવવામાં આવશે.
દિલ્હીમાં આયુષ્યમાન, પીએમ આવાસ, કિસાન સમ્માન નિધિ યોજના લાગૂ થશે.
દિલ્હી પોલીસના સહયોગથી 10 લાખ વિદ્યાર્થીનીઓને સુરક્ષાની ટ્રેનિંગ આપવામાં આવશે.
દિલ્હી ચૂંટણી: પાકિસ્તાનના મંત્રીએ નરેન્દ્ર મોદીને હરાવવાની કરી અપીલ, કેજરીવાલે આપ્યો જડબાતોડ જવાબ
દિલ્હી વિધાનસભા ચૂંટણી Delhi Assembly Election 2020) ની ગૂંજ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં સંભળાઈ રહી છે. હવે પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) પણ આ ચૂંટણીમાં વચ્ચે કૂદ્યું છે. પાકિસ્તાને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને દિલ્હીને હરાવવાની માગણી કરી છે. પોતાના વિવાદિત નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેતા પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ આ માંગણી કરી છે. આ બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફવાદ ચોધરીને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે આતંકના પ્રાયોજક પાકિસ્તાને ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીજી ભારતના વડાપ્રધાન છે. મારા પણ વડાપ્રધાન છે. દિલ્હીની ચૂંટણી એ ભારતનો આંતરિક મામલો છે. જેમાં પાકિસ્તાનનો હસ્તક્ષેપ સહન નહીં કરીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...