દિલ્હી ચૂંટણી: પાકિસ્તાનના મંત્રીએ નરેન્દ્ર મોદીને હરાવવાની કરી અપીલ, કેજરીવાલે આપ્યો જડબાતોડ જવાબ
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી Delhi Assembly Election 2020) ની ગૂંજ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં સંભળાઈ રહી છે. હવે પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) પણ આ ચૂંટણીમાં વચ્ચે કૂદ્યું છે. પાકિસ્તાને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને દિલ્હીને હરાવવાની માગણી કરી છે. પોતાના વિવાદિત નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેતા પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ આ માંગણી કરી છે.
ઈમરાન ખાનની સરકારમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરીને કહ્યું કે ભારતના લોકોએ મોદીને હરાવવા જોઈએ. તેઓ હાલ અન્ય રાજ્યની ચૂંટણી (દિલ્હી) હારવાના દબાણમાં ઊંધા ચત્તા દાવ કરી રહ્યાં છે,લોકોને ડરાવી રહ્યાં છે. કાશ્મીર, નાગરિકતા કાયદો, અને તૂટતી અર્થવ્યવસ્તા પર દેશ વિદેશમાંથી મળેલી પ્રતિક્રિયાઓ બાદ મોદી પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠા છે. પાકિસ્તાનના મંત્રી આ ટ્વીટ મોદીના એક ભાષણ પર કરી.
આ બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફવાદ ચોધરીને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે આતંકના પ્રાયોજક પાકિસ્તાને ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીજી ભારતના વડાપ્રધાન છે. મારા પણ વડાપ્રધાન છે. દિલ્હીની ચૂંટણી એ ભારતનો આંતરિક મામલો છે. જેમાં પાકિસ્તાનનો હસ્તક્ષેપ સહન નહીં કરીએ.
नरेंद्र मोदी जी भारत के प्रधानमंत्री है। मेरे भी प्रधानमंत्री है। दिल्ली का चुनाव भारत का आंतरिक मसला है और हमें आतंकवाद के सबसे बड़े प्रायोजकों का हस्तक्षेप बर्दाश्त नहीं। पाकिस्तान जितनी कोशिश कर ले, इस देश की एकता पर प्रहार नहीं कर सकता। https://t.co/E2Rl65nWSK
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 31, 2020
દિલ્હીના મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ કહ્યું કે પાકિસ્તાનના મંત્રી બોલી રહ્યાં છે કે મોદીને દિલ્હીમાં હરાવવાના છે. પાકિસ્તાન 8 ફેબ્રુઆરીએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ કોઈ સાધારણ ચૂંટણી નથી. દેશના તમામ દુશ્મનો એકસાથે ઊભા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે