નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી (Maneka Gandhi) એ હૈદરાબાદ પોલીસે કરેલા એન્કાઉન્ટર (Encounter)  પર સવાલ ઉઠાવ્યાં છે. જેમાં મહિલા પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની જઘન્ય હત્યા કરી મૃતદેહને બાળી મૂકનારા ચારેય આરોપીઓ માર્યા ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અથડામણની ટીકા કરતા મેનકા ગાંધીએ કહ્યું કે જે પણ થયું તે આ દેશ માટે ખુબ ભયાનક થયું છે. તમે ઈચ્છો છો એટલે કરીને કઈ તમે લોકોને આ રીતે મારી શકો નહીં. તમે કાયદાને તમારા હાથમાં લઈ શકો નહીં, આમ પણ તેમને કોર્ટમાંથી ફાંસીની જ સજા મળત. તેમણે કહ્યું કે જો ન્યાય બંદૂકથી કરવામાં આવે તો આ દેશમાં અદાલતો અને પોલીસની શું જરૂર છે?


હૈદરાબાદ: એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીઓને લોકોએ ગુલાબની પાંદડીઓથી વધાવ્યાં, મહિલાઓએ રાખડી બાંધી


BREAKING NEWS: હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓને પોલીસ એનકાઉન્ટરમાં ઠાર માર્યા


પોલીસનો દાવો આરોપીઓએ હથિયાર છીનવ્યા હતાં
ડીસીપી શમશાબાદ પ્રકાશ રેડ્ડીએ કહ્યું કે સાઈબરાબાદ પોલીસ આરોપીઓને ક્રાઈમ સ્પોટ પર ઘટનાઓના રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવ્યાં અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. રેડ્ડીએ કહ્યું કે પોલીસે આત્મરક્ષામાં જવાબી ફાયરિંગ કર્યું જેમાં આરોપીઓ માર્યા ગયા. 


આ VIDEO પણ ખાસ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube