નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે વધારે એક યાદી ઇશ્યું કરી છે. આ યાદીમાં ત્રણ ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. એક્શન હીરો સની દેઓલને ગુરદાસપુરથી ટીકીટ મળી છે. સની દેઓલ આજે જ ભાજપમાં જોડાયા હતા. યાદીમાં બીજુ નામ કિરણ ખેરનું છે. પાર્ટીએ તેમને ચંડીગઢ સીટ પરથી ફરી ઉભા રાખ્યા છે. સોમપ્રકાશને પંજાબના હોશિયારપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2019: ત્રીજા તબક્કામાં દેશમાં સરેરાશ 65.59% મતદાન

આ અગાઉ આજે સન્ની દેઓલ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને રેલવે મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા. દેઓલે ભાજપ કાર્યાલયમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, હું આ પરિવાર માટે જે કાંઇ પણ કરી શકીશ, હું કરીશ... હું વાત નથી કરતો હું પોતાનું કામ કરીને તમને દેખાડીશ.


BJPનાં જ ભોપાલના સાંસદ સંજરે પ્રજ્ઞાસિંહ સામે ઉમેદવારી નોંધાવી, કારણ છે ચોંકાવનારુ
વિજળીની ગતિથી થઇ અઢી લાખની લૂંટ, યુવકને રસ્તા પર ઘસડ્યો
બીજી તરફ સીતારમણે કહ્યું કે, જેવી અમને માહિતી મળી કે તેઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, હું તેમની ફિલ્મ બોર્ડરને સ્વયં સાથે જોડીને જોઇ શકુ છું. આ ફિલ્મ બાદ આ વિષયનો ભારતીય દર્શકો પર પ્રભાવ સાબિત થઇ ગયો હતો. રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવનાને જ્યારે ફિલ્મમાં આટલી સુંદર રીતે દેખાડવામાં આવે છો તે તેઓ ભારતીય નાગરિકોનું હૃદય સ્પર્શી જાય છે. 


કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી ચુકેલા ખેલાડી પર FIR, કરી રહ્યો હતો કોંગ્રેસનો પ્રચાર!

વર્ષ 1983માં ફિલ્મ બેતાબથી સની દેઓલ એ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલિવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે બોર્ડર, દામિની અને ગદર જેવી હિટ ફિલ્મો આપી છે. 2014માં ગુરદાસપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ દિવંગત વિનોદ ખન્નાએ કર્યું હતું. ખન્નાના નિધન બાદ આ સીટ કોંગ્રેસનાં ખાતામાં જતી રહી હતી.