જમ્મુઃ સીમા સુરક્ષા દળ (BSF) એ શનિવારે જમ્મુના હીરાનગર સેક્ટરના પાનસર વિસ્તારમાં પાકિસ્તાનના વધુ એક ટનલના ષડયંત્રને નિષ્ફળ કરી દીધું છે. આ ટનલ (Tunnel) ની લંબાઈ 150 મીટર અને પહોળાઈ 30 ફૂટ છે. પાછલી ટનલની જેમ આ ટનલ પણ પાકિસ્તાનના શંક્કરગઢ વિસ્તારથી કાઢવામાં આવી, જે જૈશ મિલિટેન્ટ્સનું મોટું લોન્ચિંગ પેડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્ટી-ટનલિંગ ડ્રાઇવ
બીએસએફ તરફથી પુષ્ટિ કરતા કહેવામાં આવ્યું છે કે ગુપ્ત સૂચનાના આધાર પર બીએસએફ (BSF) ની ટુકડીઓએ જમ્મુના પાનસર વિસ્તારમાં એક એન્ટી-ટનલિંગ ડ્રાઇવ દરમિયાન આજે એક 150 મીટર લાંબી અને 30 ફુડ પહોળી સુરંગની માહિતી મળી છે. આ બીએસએફ દ્વારા સાંબા, હીરાનગર અને કઠુઆ ક્ષેત્રમાં છેલ્લા છ મહિનામાં શોધવામાં આવેલી ચોથી અને જમ્મુ ક્ષેત્રમાં 10મી સુરંગ છે. 


BSF દ્વારા 10 દિવસની અંદર આ બીજી સુરંગની જાણકારી મેળવવામાં આવી છે. બીએસએફ સતત પાકિસ્તાનની હરકતો પર નજર રાખી રહ્યું છે. સેના સતત આતંકીઓના ઘુષણખોરી કરવાના પ્રયાસને નિષ્ફળ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ પ્રમાણે પાકિસ્તાન સુરંગો ખોદવા માટે પ્રોફેશનલ એન્જિનિયરોની મદદ લઈ રહ્યું છે, પરંતુ ભારતીય સેના પાકની દરેક ચાલનો જવાબ આપી રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube