bsf

ભુજ BSF માં ફરજ બજાવતો જવાન પાકિસ્તાનને આપી રહ્યો હતો માહિતી, ગુજરાત ATS એ કરી ધરપકડ

કચ્છની સંવેદનશિલ સરહદ પર બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ જબાવતો એક જવાન ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપી રહ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે ભુજમાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 

Oct 25, 2021, 04:31 PM IST

Botad: રિક્ષા ચાલક પિતાની બે પુત્રીઓની BSFમાં પસંદગી, આ રીતે પૂરુ કર્યું પોતાનું સપનું

કહેવાય છે કે જે મહેનત કરે છે તેને સિદ્ધિ જરૂર મળે છે. બોટાદ જિલ્લાના ગોરડકા ગામની ગરીબ પરિવારની બે બહેનોની બીએસએફમાં પસંદગી થઈ અને તે હાલ ટ્રેનિંગ લઈને ગામ પરત ફરી છે. 

Oct 20, 2021, 05:59 PM IST

BSF ને વધારાની શક્તિ આપતા પંજાબમાં વિરોધ, CM ચરણજીત ચન્નીએ કરી આ માંગ

કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સરહદવાળા વિસ્તારમાં સરહદ સુરક્ષા દળના અધિકાર ક્ષેત્રને વધારી દીધુ છે. આ મુદ્દા પર પંજાબની કોંગ્રેસ સરકાર અને શિરોમણિ અકાલી દળે કેન્દ્રનો વિરોધ કર્યો છે. 

Oct 13, 2021, 09:58 PM IST

CRPF માં 2439 જગ્યાઓ છે ખાલી, કોઈપણ પરીક્ષા વગર કરાશે સીધી ભરતી, આ રીતે કરો અરજી

CRPF માં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો CRPF ની સત્તવાર વેબસાઈટ crpf.gov.in પર જઈને એપલાય કરી શકે છે. આ પદો (CRPF Recruitment 2021) માટે ઉમેદવાર 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2021 સુધી યોજાનાર ઇન્ટરવ્યૂમાં હાજરી આપી શકે છે.

Sep 5, 2021, 12:23 PM IST

BSF માં કોન્સ્ટેબલના પદ માટે ભરતી, અરજીની પ્રક્રિયા, પગાર અને અન્ય વિગતો ક્લિક કરીને જાણો

બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કુલ 269 પદ માટે ભરતી કરવાની છે. BSFના સ્પોર્ટ્સ ક્વોટામાંથી ભરતી થનાર છે. 

Aug 29, 2021, 10:59 AM IST

BSF એ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાન રેન્જર્સને પાઠવી શુભેચ્છાઓ

14 ઓગસ્ટ 2021 ના ​​રોજ પાકિસ્તાન (Pakistan) ના સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે ગુજરાત (Gujarat) અને રાજસ્થાનના બાડમેરની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF અને પાકિસ્તાન રેન્જર્સે (Pakistan Rangers) મીઠાઈ વહેંચી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. 

Aug 14, 2021, 05:35 PM IST

ઘેંટા ચરાવતો પાકિસ્તાની છોકરો રણમાં રસ્તો ભટકીને ગુજરાત આવી ચઢ્યો

ઘેટાં-બકરાં ચરાવતાં પાકિસ્તાની (pakitan) કિશોર રણમાં ભટકી જઈ કચ્છ આવી ચઢવાની ઘટના બની છે. પાકિસ્તાનનો માલધારી કિશોર ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતાં રણમાં રસ્તો ભટકી જઈને કચ્છ સરહદ (kutch border) માં ચઢી આવ્યો હોવાનો બનાવ બન્યો છે. 

Aug 3, 2021, 10:22 AM IST

corona update : ગુજરાત આવેલા BSF ના 51 જવાનોમાં કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ મળ્યો

ગુજરાતમાં ત્રીજી લહેર (third wave) ના ભણકારા વાગી ચૂક્યા છે. ગુજરાતમાં ખતરનાક ડેલ્ટા વાયરસે પગપેસારો કરી લીધો છે. રાજ્યમાં કુલ 51 બીએસએફ જવાનોમાં ડેલ્ટા વેરિયન્ટ (delta variant) ના કેસ જોવા મળ્યા છે. તેમજ અમદાવાદ કેન્ટોનમેન્ટમાં કાશ્મીરથી આવેલા બે જવાનમાં પણ ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં 50થી વધુ લોકોમાં કપ્પા વેરિયન્ટ મળ્યો છે. જેથી કહી શકાય કે, આ ઘાતક વાયરસ ગુજરાત (corona update) માં ધીરે ધીરે પગપેસારો કરી રહ્યો છે. 

Jul 27, 2021, 07:33 AM IST

ગુજરાતમાં શાંત થયેલા કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો, બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો સંક્રમિત

ગુજરાતમાં ત્રીજી લહેર (third wave) ના ભણકારા વાગી રહ્યા છે, ત્યાં કોરોના વિસ્ફોટ થયો છે. બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો કોરોના સંક્રમિત થવાની વાતથી ચકચાર મગી ગઈ છે. બનાસકાંઠામાં અત્યાર સુધી 52 BSF જવાનો કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ જવાનો પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા. કુલ 443 BSF જવાનોનો કોરોના રિપોર્ટ કરાયો હતો. સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. નવા વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. 

Jul 20, 2021, 11:37 AM IST

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી પકડાયેલા ચીની જાસૂસ સાથે પૂછપરછમાં થયો મોટો ખુલાસો, બે વર્ષમાં 1300 ભારતીય સિમ લઇ ગયા છે ચીન

ચીનમાં આ સિમકાર્ડસનો ઉપયોગ એકાઉન્ટને હેક કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે બીએસએફએ આ વાતનો ખુલાસો કર્યો નથી કે આ કયા પ્રકારના ભારતીય એકાઉન્ટને હેક કરવાનું કામ હાન જુનવે અને સુન જિયાંગ કરતા હતા.

Jun 12, 2021, 07:40 AM IST

રસ્તો ભૂલેલા 8 વર્ષના પાકિસ્તાની બાળકને BSFએ ભોજન કરાવી પરત મોકલ્યો, ભારતનો ગેમરારામ ક્યારે આવશે?

રાજસ્થાનના બાડમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફએ માનવતાનો પરિચય કરાવતા પાકિસ્તાનથી આવેલા બાળકને માત્ર પોણા બે કલાકમાં જ પાકિસ્તાન મોકલી દીધો

Apr 4, 2021, 02:03 PM IST

Jammu and Kashmir: પાકની નાપાક હરકત, પાનરમાં BSF ને મળી વધુ એક ગુપ્ત સુરંગ

પાકિસ્તાન  (Pakistan) પોતાની નાપાક હરકતો છોડી રહ્યું નથી. સતત આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરના રસ્તે ભારત મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ સેના વળતો જવાબ આપી રહી છે. 
 

Jan 23, 2021, 07:18 PM IST

Jammuને અડીને પાકિસ્તાની વિસ્તારમાં Terroristsનો ભારે જમાવડો, BSF એલર્ટ પર

ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન (Pakistan)ની ગુપ્તચર એજન્સી ISI જમ્મુ-કાશ્મીરમાં ઠંડા વાતાવરણ અને બરફવર્ષાને કારણે ગઈકાલે LoCના માર્ગો દ્વારા આતંકવાદીઓ (Terrorists)ને કાશ્મીર (Kashmir)માં લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Jan 5, 2021, 04:56 PM IST

અત્યંત સંવેદનશીલ પાકિસ્તાની બોર્ડર નજીકથી પકડાયો એક શખ્સ, બોટ-મોબાઇલ ઝડપાયા

ભારતીય જળસીમામાંથી કોટેશ્વર નજીકનાં સિરક્રિક પાસેથી એક પાકિસ્તાની માછીમારને સુરક્ષાદળોએ ઝડપી લીધો છે. મોડી રાત્રે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ માછીમારી ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ઘુસી આવ્યો હતો. તેની બોટ સહિતનો મુદ્દામાલ સુરક્ષા દળો દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. મોડીરાત્રે સાડા પાંચ વાગ્યાના સમયગાળામાં BSF ની 108 બટાલિયન પેટ્રોલિંગ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાની માછીમારને ઝડપી લેવામાં આવ્યો છે. સિંઘના શાહબંદરનો 35 વર્ષીય ખાલિદ હુસૈન ખરાબ હવામાનનો લાભ લઇને ભારતીય સીમામાં ઘુસ્યો હતો. જેના પર બીએસએફની ટુકડીની નજર પડતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 

Dec 20, 2020, 05:16 PM IST

અટારી બોર્ડર પર BSF ની મોટી કાર્યવાહી, બે ઘૂસણખોરોને ઠાર કર્યા

અટારી બોર્ડર પર બીએસએફે બુધવારે રાતે ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા બે ઘૂસણખોરોને ઠાર કર્યા. બંને ઘૂસણખોરો પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે.

Dec 17, 2020, 10:18 AM IST

J&K: શ્રીનગરમાં આતંકવાદીએ સુરક્ષાબળોને બનાવ્યા ટાર્ગેટ, હુમલામાં 2 જવાન શહીદ

26/11ની વરસી પર આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત કરી છે. Jammu Kashmir ના  Srinagarમાં એચએમટી વિસ્તારોમાં આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનતાવતાં ફાયરિંગ કર્યું છે.

Nov 26, 2020, 03:47 PM IST

Nagrota Encounter: વિઝા-પાસપોર્ટ વગર આ રીતે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા હતા આતંકીઓ

જમ્મુ (Jammu) ના સાંબા (Samba) સેક્ટરમાં પાકિસ્તાની સરહદ નજીક એક સુરંગ (tunnel) મળી આવ્યા બાદ સુરક્ષાદળો અલર્ટ મોડ પર છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આ સુરંગને પાકિસ્તાની સેનાના સંરક્ષણમાં તૈયાર કરવામાં આવી છે અને આતંકીઓને ઘૂસણખોરી કરાવ્યા બાદ તેમના સૈનિકો પાછા ફરી ગયા હશે. 

Nov 23, 2020, 10:32 AM IST

પાકિસ્તાનનું મોટું કાવતરું! જમ્મૂના સાંબા સેક્ટરમાં મળી સુરંગ, ઘટનાસ્થળે સુરક્ષાબળ તૈનાત

જમ્મૂ કાશ્મીર (Jammu and Kashmir)ના સામ્બા સેક્ટર (Samba Sector)માં સુરક્ષાબળોએ પાકિસ્તાનની તરફ આંતરરાષ્ટ્રીય સીમા પાસે એક 150 મીટર ઉંડી ટનલ (Tunnel)ને શોધી કાઢી છે.

Nov 22, 2020, 05:46 PM IST

સાંબામાં મળી 150 મીટર લાંબી ટનલ, એક છેડો ભારતમાં તો બીજો પાકિસ્તાનમાં

સતત નિષ્ફળ થતા ષડયંત્રના છતાં પણ પાકિસ્તાન તરફથી નાપાક ઇરાદા લઇને ભારતીય સીમામાં ઘૂસણખોરી ચાલુ છે. ઘણી વાર ઘૂસણખોરો પકડાયા છે અને માર્યા ગયા છે, પરંતુ પાકિસ્તાન સુધરતું નથી. આ વચ્ચે બોર્ડર પર સતર્ક ભારતીય જવાનોને એક લાંબી ટનલ મળી આવી છે.

Aug 29, 2020, 06:55 PM IST

પંજાબમાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા 5 પાકિસ્તાનીઓને ઠાર માર્યા

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાંચ ઘુસણખોરોને ઠાર માર્યા છે. પંજાબના તરનતારનમાં પાંચ પાકિસ્તાની બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ત્યારે બીએસએફની 47 બટાલિયને પાંચને ઠાર માર્યા છે. હાલ તપાસ કરવામાં આવી રહી છે કે, આ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની આતંકી છે કે તસ્કર.

Aug 22, 2020, 11:45 AM IST