Budget 2021: બજેટની મોટી વાતો, શું થયું મોંઘુ અને શું થયું સસ્તું...તમામ અપડેટ માટે કરો ક્લિક

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ સંસદ(Parliament) રજુ કર્યું. આ વખતે તેમણે ડિજિટલ રીતે બજેટ રજુ કર્યું.
Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ સંસદ(Parliament) રજુ કર્યું. આ વખતનું બજેટ અન્ય બજેટ કરતા અલગ હતું કારણ કે તે અનેક પડકારો વચ્ચે રજુ થયું. નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મહત્વની જાહેરાત કરી.
બજેટની મહત્વની જાહેરાતો...
- પેટ્રોલ પર પ્રતિ લીટર 2.50 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 4 રૂપિયા કૃષિ સેસ લગાવવામાં આવ્યો. જો કે જનતા પર કોઈ અસર નહીં.
- ક્રૂડ પામ ઓઈલ પર 17.5 ટકા સેસ લગાવવામાં આવ્યો.
- ગોલ્ડ સિલ્વર પર 2.5 ટકા કૃષિ સેસ લગાવવામાં આવ્યો.
- ગોલ્ડ, સિલ્વરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીની 7.5 ટકા કરવામાં આવી.
- કપાસની આયાત પર ટેક્સ લગાવવામાં આવ્યો.
- એક ઓક્ટોબરથી નવી કસ્ટમ ડ્યૂટી લાગુ થશે.
- કોપર પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી.
- સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 7.5 ટકા કરવામાં આવી. લોખંડ અને સ્ટીલના ઉત્પાદનો સસ્તા થશે.
- મોબાઈલ ઉપકરણો પર કસ્ટમ ડ્યૂટી 2.5 ટકા વધારી, ઈલેક્ટ્રિક સામાન મોંઘો થશે. મોબાઈલ અને તેના ચાર્જર મોંઘા થશે.
- સ્ટાર્ટ અપ પર 31 માર્ચ 2022 સુધી ટેક્સ છૂટ ચાલુ રહેશે.
- સસ્તા ઘરો પર 1.5 લાખ છૂટની લિમિટ એક વર્ષ
- ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.
- 3 વર્ષ જૂના ટેક્સના પેન્ડિંગ કેસ ખોલવામાં નહીં આવે. ગંભીર મામલામાં જ 10 વર્ષ જૂના કેસ ખોલાશે.
- NRI ને ઓડિટમાં છૂટ મળશે.
- 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટેક્સ ભરવામાં રાહત, પેન્શનની આવક પર ટેક્સ નહીં આપવો પડે. આઈટી રિટર્ન ફાઈલ કરવામાં પણ મળી મુક્તિ
- નાણાકીય વર્ષ 2022માં 12 લાખ કરોડ રૂપિયા કરજ લેવામાં આવશે.
FM Nirmala Sitharaman ) આજે સંસદમાં સામાન્ય બજેટ (Budget 2021) રજુ કરશે. કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં લોકોને બૂસ્ટર ડોઝનો ઈન્તેજાર છે. આ બધા વચ્ચે સરકારે પોતાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે ખુબ કવાયત કરવી પડશે. નાણામંત્રીએ કહ્યું છે કે બજેટ એવું હશે કે જે પહેલા ક્યારેય જોયું નહીં હોય. પરંતુ પીએમ મોદી (PM Narendra Modi) એ તેના મિની બજેટ હોવાના સંકેત આપ્યા છે. આ બાજુ આ વખતે બજેટ ( Budget 2021 ) ખેડૂતો માટે ઘણું અલગ હોઈ શકે છે. જેનું એક કારણ એ છે કે અત્યારે અનેક ખેડૂતો મોદી સરકારે પાસ કરેલા ખેતી કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એવી આશા છે કે આ વખતે બજેટમાં ખેડૂતો માટે અનેક નવી યોજનાઓ લાવવામાં આવી શકે છે. અથવા તો પછી જૂની યોજનાઓનો વિસ્તાર થઈ શકે છે. આવામાં અનેક લોકો એમ પણ વિચારે છે કે શું ખેડૂતોની આવક ઉપર પણ ટેક્સ લાગે છે. લાગે છે તો કેટલો અને નથી લાગતો કેમ નથી લાગતો?
Budget 2021: કોરોના સારવારના ખર્ચ પર ટેક્સ છૂટ આપવાની તૈયારી, નાણામંત્રી કરી શકે છે જાહેરાત
ડિજિટલ બજેટ
આ વખતે બજેટની કોપી પ્રિન્ટ નહીં હોય. ડિજિટલ રીતે બજેટના ડોક્યૂમેન્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારે બજેટ માટે એક નવી મોબાઈલ એપ પણ ડેવલપ કરાવી છે.
પગારદારો અને મિડલ ક્લાસને ખુબ આશા
પગારદાર લોકો અને મિડલ ક્લાસને નાણામંત્રી પાસેથી ખુબ આશા છે. પગારદાર વર્ગ ઈચ્છે છે કે નાણામંત્રી આવકવેરામાં રાહત અંગે કોઈ મોટી જાહેરાત કરે. આવકવેરામાં મળી રહેલી 2.5 લાખ રૂપિયાની બેઝિક છૂટને વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવે.
બજેટ પર તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક....
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube