Economic Survey 2022: કોરોનાકાળમાં બીજીવાર દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલે રજૂ થનાર છે. દર વર્ષની જેમ આ વખતે પણ બજેટની બરાબર એક દિવસ પહેલા 31 જાન્યુઆરી એટલે કે આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારણ આ આર્થિક સર્વેને સદનના પટલ પર રજૂ કરશે. હવે સવાલ એ છે કે આ આર્થિક સર્વેક્ષણ શું હોય છે અને તેને બજેટના બરાબર એક દિવસ પહેલા જ કેમ રજૂ કરવામાં આવે છે. આવો આ સવાલના જવાબ જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે આ આર્થિક સર્વે?
આ એક પ્રકારનો અર્થવ્યવસ્થાનો વાર્ષિક અધિકૃત રિપોર્ટ હોય છે. તેના દ્વારા સરકાર દેશની અર્થવ્યવસ્થાની વાસ્તવિક હાલત અંગે જણાવે છે. તેમાં ભવિષ્યમાં બનાવવામાં આવનારી યોજનાઓ અને અર્થવ્યવસ્થામાં આવનારા પડકારો વિશે જણાવવામાં આવે છે. આ સર્વે રિપોર્ટમાં દેશના આર્થિક વિકાસનું અનુમાન પણ કરવામાં આવે છે. સર્વે રિપોર્ટમાં નાણાકીય વર્ષની પણ એક રૂપરેખા રજુ કરાય છે. દેશની અર્થવ્યવસ્થા ગતિ પકડશે કે પછી ધીમી રહેશે તેની જાણકારી અપાય છે. આ ઉપરાંત સર્વેમાં સરકારને કેટલાક સૂચનો પણ અપાય છે. 


Mann Ki Baat માં બોલ્યા PM મોદી- શહીદોનું યોગદાન અમર, Unsung Heroes નો પણ કર્યો ઉલ્લેખ


કોણ તૈયાર કરે છે?
આર્થિક સર્વેને નાણા મંત્રાલયમાં મુખ્ય સલાહકાર અને તેમની ટીમ તૈયાર કરે છે. જો કે આ વખતે મુખ્ય આર્થિક સલાહકારનું પદ અનેક મહિનાઓ સુધી ખાલી હતું.  જો કે સરકારે હાલમાં જ વી અનંત નાગેશ્વરનને નવા મુખ્ય આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે. તેમણે વી. સુબ્રમણ્યમની જગ્યા લીધી છે જેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ ડિસેમ્બર 2021માં પૂરો થઈ ગયો હતો. સોમવારે સંસદના બંને સદનોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ તરત નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ લોકસભામાં રજૂ કરશે. 


ચોંકાવનારો કિસ્સો...ઘરમાંથી ચોરી થયું 13.45 લાખનું Gold, પણ પોલીસે પરિવારને પરત કર્યું દોઢ કરોડનું સોનું


આર્થિક સર્વે પાસેથી શું છે આશા?
કોરોનાકાળમાં બીજીવાર રજુ થઈ રહેલા આર્થિક સર્વેમાં અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિથી અવગત કરાવવામાં આવશે. કોરોના સામેના યુદ્ધમાં એકવાર ફરીથી કેટલાક નવા સૂચનો આપવામાં આવી શકે છે. ઈકોનોમીને ટ્રેક પર લાવવાના સરકારના પ્રયત્નોમાં વધુ ઝડપ લાવવાની વાત થઈ શકે છે. મુખ્ય આર્થિક સલાહકારના નેતૃત્વવાળી ટીમ દ્વારા તૈયાર થનારા બજેટ પૂર્વના આર્થિક સર્વેક્ષણમાં સામાન્ય રીતે જે વિષયો પર નજર હોય છે તેમાંથી એક છે આગામી નાણાકીય વર્ષ માટે GDPનું અનુમાન. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube