ચોંકાવનારો કિસ્સો...ઘરમાંથી ચોરી થયું 13.45 લાખનું Gold, પણ પોલીસે પરિવારને પરત કર્યું દોઢ કરોડનું સોનું

સોનું પાછું મળતા જ દાસ્વાની પરિવાર ખુબ ખુશ છે.

ચોંકાવનારો કિસ્સો...ઘરમાંથી ચોરી થયું 13.45 લાખનું Gold, પણ પોલીસે પરિવારને પરત કર્યું દોઢ કરોડનું સોનું

મુંબઈ: સામાન્ય રીતે ઘરોમાંથી ચોરી થયેલું સોનું ભાગ્યે જ મળતું હોય છે. પરંતુ મુંબઈમાં એક પરિવારને 22 વર્ષ પહેલા ચોરાયેલું સોનું પાછું મળ્યું છે. ત્યારે તેની કિંમત લગભગ 13.45 લાખ રૂપિયા હતી. પરંતુ હવે પોલીસે જાણીતી ફેશન બ્રાન્ડ ચિરાગ દીનના માલિકને લગભગ દોઢ કરોડનું સોનું પાછું આપ્યું. જાણો સમગ્ર કિસ્સો...

વર્ષ 1998માં થઈ હતી ચોરી
મળતી માહિતી મુજબ કોલાબામાં રહેતા અર્જૂન દાસ્વાનીના ઘરે વર્ષ 1998માં ચોરી થઈ હતી. બદમાશોએ ઘરમાં ઘૂસીને તેમને અને તેમની પત્નીને બંધક બનાવી લીધા હતા. સોનાના દાગીના અને જૂના સોનાના સિક્કા ચોરી થયા હતા. પોલીસે આ મામલે 4 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે સુનાવણી દરમિાયન કોર્ટે આદેશ આપ્યા હતા કે જ્યાં સુધી અન્ય બે આરોપીઓ પકડાઈ ન જાય ત્યાં સુધી ચોરીનો સામાન માલિકોને સોંપવામાં નહીં આવે. 

ઘરના માલિકનું થઈ ચૂક્યું છે મોત
વર્ષ 2007માં અર્જૂન દાસ્વાનીનું મોત થયું હતું. ત્યારબાદ પરિવાર સોનાની ચોરીનો મામલો લગભગ ભૂલી ચૂક્યો હતો. પરંતુ ગત વર્ષ કોર્ટે મુંબઈ પોલીસને ચોરીનું સોનું તેના માલિકને પાછું આપવાની મંજૂરી આપી દીધી. 

કોર્ટે સોનું પાછું આપવાનો કર્યો આદેશ
મુંબઈ પોલીસના એસીપી પાંડુરંગ શિંદેએ જણાવ્યું કે વર્ષ 2002થી જ તે સોનું પોલીસ પાસે હતું. ગત વર્ષ પોલીસ કમિશનરે અમને એક અભિયાન ચલાવવાનું કહ્યું હતું કે જેમનું ચોરાયેલું સોનું પાછું મળ્યું તે તેના માલિકોને પાછું આપી દેવામાં આવે. અમે આ વિશે સોનાના માલિકની મદદથી કોર્ટમાં અરજી આપી હતી. ત્યારબાદ કોર્ટે મંજૂરી આપી અને સોનું તેના માલિકને પરત કરી દેવાયું. 

સોનું મળતા જ પરિવાર ખુશખુશાલ
સોનું પાછું મળતા જ દાસ્વાની પરિવાર ખુબ ખુશ છે. કારણ કે સોનાની કિંમત કરોડોમાં હોવાની સાથે સાથે તેમને પૂર્વજોનો વારસો પણ પાછો મળ્યો છે. દાસ્વાની  પરિવારના વકીલ સુનિલ પાંડેએ જણાવ્યું કે પોલીસની ખબરથી દાસ્વાની પરિવારને ખુબ જ ખુશી મળી. કારણ કે આ વાત ફક્ત કિંમતની હતી તે તેના પૂર્વજોની નિશાની પણ હતી. જેને મેળવીને તેઓ ખુબ જ ખુશ થયા. જે સામાન પાછો મળ્યો છે તેની બજાર કિંમત લગભગ દોઢ કરોડ  રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news