Mann Ki Baat માં બોલ્યા PM મોદી- શહીદોનું યોગદાન અમર, Unsung Heroes નો પણ કર્યો ઉલ્લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતની 85મી શ્રેણી દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આજનો મન કી બાતનો આ એપિસોડ આ વર્ષનો પ્રથમ એપિસોડ હતો.

Mann Ki Baat માં બોલ્યા PM મોદી- શહીદોનું યોગદાન અમર, Unsung Heroes નો પણ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતની 85મી શ્રેણી દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આજનો મન કી બાતનો આ એપિસોડ આ વર્ષનો પ્રથમ એપિસોડ હતો. પીએમ મોદીએ અનેક મહત્વના મુદ્દાઓ પર દેશવાસીઓ સાથે ચર્ચા કરી. આજે મન કી બાતમાં પોતાના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ મહાત્મા ગાંધીને નમન કર્યા. આ પહેલા તેઓ દિલ્હી સ્થિત બાપુની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે પણ પહોંચ્યા હતા. 

પીએમ મોદીએ કહ્યું કે આ 2022ની પહેલી મન કી બાત છે. આજે આપણે ફરીથી એવી ચર્ચાઓને આગળ વધારીશું જે આપણા દેશ અને દેશવાસીઓની સકારાત્મક પ્રેરણાઓ અને સામૂહિક પ્રયત્નો સાથે જોડાયેલી છે. આજે આપણા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પણ છે. 30 જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુની વાતો યાદ અપાવે છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હમણા જ આપણે ગણતંત્ર દિવસની પણ ઉજવણી કરી. દિલ્હીમાં રાજપથ પર આપણે દેશના શૌર્ય અને સામર્થ્યની જે ઝાંખી જોઈ તેણે બધાને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા છે. એક પરિવર્તન તમે જોયું હશે કે હવે ગણતંત્ર દિવસ સમારોહ 23 જાન્યુઆરી એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી શરૂ થશે અને 30 જાન્યુઆરી એટલે કે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ સુધી ચાલશે. 

તેમણે કહ્યું કે ઈન્ડિયા ગેટ પર નેતાજીની ડિજિટલ પ્રતિમા પણ સ્થાપિત કરાઈ છે. આ વાતનું જે પ્રકારે દેશે સ્વાગત કર્યું, દેશના દરેક ખૂણેથી આનંદની જે લહેર ઉઠી દરેક દેશવાસીએ જે પ્રકારની ભાવનાઓ પ્રગટ કરી તેને આપણે ક્યારેય ભૂલી શકીશું નહીં. આપણે જોયું કે ઈન્ડિયા ગેટ નીજક અમર જવાન જ્યોતિ અને નજીક આવેલા નેશનલ વોર મેમોરિયલ પર પ્રજ્વલ્લિત જ્યોતને એક કરવામાં આવ્યા. આ ભાવુક અવસર પર કેટલાય દેશવાસીઓ અને શહીદોના પરિવારોની આંખોમાં આંસુ હતા. 

— ANI (@ANI) January 30, 2022

પીએમ મોદીએ કહ્યું કે સાચે જ અમર જવાન જ્યોતિની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમના યોગદાન પણ અમર છે. હું તમને બધાને કહીશ, જ્યારે પણ તક મળે ‘National War Memorial’ જરૂર જાઓ. અમૃત મહોત્સવના આ આયોજનો વચ્ચે દેશમાં અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પુરસ્કારો પણ અપાયા. એક છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આ પુરસ્કાર એ બાળકોને અપાયા જેમણે નાની ઉંમરમાં સાહસિક અને પ્રેરણાદાયી કામ કર્યા. આપણે બધાએ ઘરોમાં આ બાળકો અંગે જરૂર જણાવવું જોઈએ. જેનાથી આપણા બાળકોને પણ પ્રેરણા મળશે અને તેમની અંદર દેશનું નામ રોશન કરવાનો ઉત્સાહ જાગશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં હાલમાં જ પદ્મ પુરસ્કારોની પણ જાહેરાત થઈ છે. પદ્મ પુરસ્કાર મેળવનારા અનેક નામ એવા પણ છે જેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે. તેઓ આપણા દેશના Unsung Heroes છે, જેમણે સાધારણ પરિસ્થિતિઓમાં અસાધારણ કામ કર્યા છે. જેમ કે ઉત્તરાખંડના બસંત દેવીને પદ્મ શ્રીથી સન્માનિત કરાયા છે. બસંતી દેવીએ પોતાનું આખુ જીવન સંઘર્ષો વચ્ચે પસાર કર્યું. 

તેમણે કહ્યું કે ચેન્નાઈના મોહમ્મદ ઈબ્રાહિમ 2047માં ભારતને રક્ષાના ક્ષેત્રમાં એક મોટી તાકાત તરીકે જોવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ચંદ્રમા પર  ભારતનો પોતાનો Research Base હોય અને મંગળ પર ભારત માનવ વસ્તીને વસાવવાનું કામ શરૂ કરે. 

પીએમ મોદીએ કહ્યું કે નિશ્ચિત રીતે ભીકાજી કામા સ્વાધિનતા સાંદોલનની સૌથી જાંબાઝ મહિલાઓમાંથી એક હતા. 1907માં તેમણે જર્મનીમાં તિરંગો લહેરાવ્યો હતો. આ તિરંગાને ડિઝાઈન કરવામાં જે વ્યક્તિએ તેમને સાથ આપ્યો હતો તેઓ હતા શ્યામજી કૃષ્ણ વર્મા. કદાચ પરમાત્માની ઈચ્છા હશે કે આ કામ હું કરું અને આ કામનું સૌભાગ્ય પણ મને જ મળ્યું. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે વર્ષ 2003માં તેમની અસ્થિઓ ભારત લાવવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણ વર્માની સ્મૃતિમાં તેમના જન્મસ્થાન, કચ્છના માંડવીમાં એક સમારકનું પણ નિર્માણ થયું છે. 

વધુ વિગતો માટે જુઓ Video

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શિક્ષણ અને જ્ઞાનની તપોભૂમિ રહ્યાં છે. આપણે શિક્ષણને પુસ્તકી જ્ઞાન સુધી સિમિત નથી રાખ્યું પરંતુ તેને જીવનના એક સમગ્ર અનુભવ તરીકે પણ જોયું છે. આવા મહાનુભવોની સૂચિમાં એક નામ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહનું છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે એક Technical School ની સ્થાપના માટે પોતાનું ઘર જ સોંપી દીધુ હતું. તેમણે અલીગઢ અને મથુરામાં શિક્ષણ કેન્દ્રોના નિર્માણ માટે ખુબ આર્થિક મદદ કરી. 

તેમણે કહ્યું કે મને IIT BHU ના એક Alumnus ના આ પ્રકારના દાન વિશે પણ જાણવા મળ્યું છે. BHU ના પૂર્વ વિદ્યાર્થી જય ચૌધરીએ IIT BHU Foundationને એક મિલિયન ડોલર એટલે કે લગભગ સાડા સાત કરોડ રૂપિયા Donate કર્યા. સાથીઓ આપણા દશમાં અલગ અલગ ક્ષેત્રો સંલગ્ન અનેક એવા લોકો છે જે બીજાની મદદ કરીને સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે છે. મને ખુબ ખુશી છે કે આ પ્રકારના પ્રયાસ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ખાસ કરીને આપણી અલગ અલગ  IITs માં સતત જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં પણ આ પ્રકારના પ્રેરક ઉદાહરણોની કમી નથી. 

પીએમ મોદીએ કહ્યું કે ગણતંત્ર દિવસની પરેડમાં  President’s Bodyguards ના ચાર્જર ઘોડા વિરાટે પોતાની આખરી પરેડમાં ભાગ લીધો. ઘોડો વિરાટ 2003માં રાષ્ટ્રપતિ ભવનમાં આવ્યો હતો અને દર વખતે ગણતંત્ર દિવસ પર Commandant Charger તરીકે પરેડને લીડ કરતો હતો. જ્યારે કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત થતું હતું ત્યારે પણ તે પોતાની ભૂમિકા ભજવતો હતો. આ વર્ષે આર્મી ડે પર ઘોડા વિરાટને સેના પ્રમુખ દ્વારા COAS Commendation Card પણ આપવામાં આવ્યું. વિરાટની વિરાટ સેવાઓ જોતા તેની સેવા નિવૃત્તિ બાદ તેને એટલા જ ભવ્ય રીતે વિદાય આપવામાં આવી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી સંસ્કૃતિ આપણા માટે જ નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે એક અનમોલ ધરોહર છે. દુનિયાભરના લોકો તેને જાણવા માંગે છે, સમજવા માંગે છે, જીવવા માંગે છે. Argentina માં આપણી સંસ્કૃતિને ખુબ જ પસંદ કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news