ઉન્નાવ: 90% દાઝી ગયેલી દુષ્કર્મ પીડિતાએ એક કિમી સુધી ચાલીને લગાવી હતી મદદ માટે ગુહાર
ઉન્નાવ (Unnao) ના બિહાર પોલીસ સ્ટેશનની હદના હિન્દુનગર ગામમાં દુષ્કર્મ (Gang Rape) પીડિતાને જીવતી બાળી મૂકવાની કોશિશ કરવાના મામલે નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. 90 ટકા દાઝી ગયેલી પીડિતા (Victim) આવી સ્થિતિમાં પણ એક કિલોમીટર સુધી પગપાળા ચાલી અને મદદ માટે ગુહાર લગાવી. કહેવાય છે કે ઘરની બહાર કામ કરી રહેલા વ્યક્તિ પાસે પીડિતાએ મદદની ગુહાર લગાવી હતી.
ઉન્નાવ: ઉન્નાવ (Unnao) ના બિહાર પોલીસ સ્ટેશનની હદના હિન્દુનગર ગામમાં દુષ્કર્મ (Gang Rape) પીડિતાને જીવતી બાળી મૂકવાની કોશિશ કરવાના મામલે નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. 90 ટકા દાઝી ગયેલી પીડિતા (Victim) આવી સ્થિતિમાં પણ એક કિલોમીટર સુધી પગપાળા ચાલી અને મદદ માટે ગુહાર લગાવી. કહેવાય છે કે ઘરની બહાર કામ કરી રહેલા વ્યક્તિ પાસે પીડિતાએ મદદની ગુહાર લગાવી હતી.
ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને ગ્રામીણના ફોનથી પોતે જ 112 નંબર પર કોલ કર્યો હતો અને પોલીસને પોતાની આપવીતિ જણાવી. ત્યારબાદ તાબડતોબ પીઆરવી અને એમ્બ્યુલન્સ સ્થળે પહોંચી. પોલીસના જણાવ્યાં અનુસાર પીડિતાની સારવાર લખનઉની સિવિલ હોસ્પિટલના બર્ન યુનિટમાં થઈ રહી છે. પીડિતા 90 ટકા દાઝી ગઈ છે અને તેની સ્થિતિ સતત ગંભીર છે. પ્લાસ્ટિક સર્જન સહિત ડોક્ટરોની ટીમ પીડિતાની સારવાર કરી રહી છે. જ્યારે પીડિતાને જોવા માટે એડીજી જોન એસએન સાવંત પણ હોસ્પિટલ પહોંચ્યા છે.
ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને જીવતી બાળી મૂકનારા 5 આરોપીઓને પોલીસે દબોચ્યા
5 આરોપીઓની ધરપકડ
પોલીસનું કહેવું છે કે પીડિતાને બાળી મૂકવાના મામલે હરિશંકર ત્રિવેદી, રામકિશોર ત્રિવેદી, ઉમેશ વાજપેયી તથા રેપના આરોપી શિવમ દ્વિવેદી અને શુભમ દ્વિવેદીની ધરપકડ કરવામાં આવી છે. દુષ્કર્મ પીડિતાને બાળી મૂકવાના મામલે પોલીસે તત્કાળ કાર્યવાહી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ બાજુ ભાગેડુ રહેલા મુખ્ય આરોપી શિવમ દ્વિવેદીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ મામલે તમામ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ બાજુ પીડિતાનું કહેવું છે કે આરોપી પક્ષ તેમના પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો છે. જેને લઈને આરોપીઓએ મારી નાખવાની ધમકી સુદ્ધા આપી.
યોગી આદિત્યનાથે માંગ્યો રિપોર્ટ
આ બાજુ આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) યુપી પોલીસ પાસે ગુરુવાર સાંજ સુધીમાં રિપોર્ટ માંગ્યો છે. આ સાથે જ યોગી સરકારે સરકારી ખર્ચે પીડિતાની સારવાર માટે શક્ય દરેક પ્રયત્ન આદરવાના આદેશ આપ્યાં છે. સીએમ યોગીએ આ મામલે જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
હૈદરાબાદ બાદ હવે ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી, સ્થિતિ ગંભીર
શું છે મામલો?
વાત જાણે એમ છે કે ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હિન્દુનગરમાં રહેતી યુવતીએ આ વર્ષે માર્ચમાં બે લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરીને જેલમામં મોકલ્યા હતાં. આ કેસ મામલે યુવતી ગુરુવારે કેસની પેરવી માટે રાયબરેલી જઈ રહી હતી. રાયબરેલી જવા માટે ટ્રેન પકડવા નીકળેલી યુવતીને ગામની બહાર ખેતરમાં જ આરોપીઓએ પકડી લીધી. ત્યારબાદ આરોપીઓએ પીડિતા પર કેરોસિન છાંટીને આગ લગાવી. કહેવાય છે કે દુષ્કર્મના આરોપીઓ જામીન પર બહાર આવ્યાં હતાં.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube