ગરીબોને પૈસા આપો, લોન માફ કરો, અર્થતંત્રને સંકટમાંથી બહાર લાવવા અભિજીત બેનર્જીએ આપી મહત્વની સલાહ
અભિજીત બેનર્જીએ કહ્યું કે, આપણે હજુ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી નથી. આપણે જે પેકેજ આપ્યું છે તે જીડીપીના 1 ટકા બરાબર છે, જ્યારે અમેરિકા 10 ટકા સુધી પહોંચી ગયું છે. આપણે રાહત પેકેજ વધારવાની જરૂર છે.
નવી દિલ્હીઃ કોરોના સંકટથી દેશના અર્થતંત્ર પર મોટી અસર પડી છે. આ સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ખાસ પહેલ કરી છે. હકીકતમાં રાહુલ ગાંધી આ દિવસોમાં દેશની ઇકોનોમીને લઈને ચર્ચિત અર્થશાસ્ત્રીઓ સાથે વાત કરી રહ્યા છે.
આ રીતે તેમણે પહેલા રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે અને હવે નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે ચર્ચા કરી છે. મંગળવારે વાતચીત દરમિયાન અભિજીત બેનર્જીએ કોરોના સંકટમાંથી બહાર નિકળવા પર મહત્વના સૂચનો આપ્યા છે. આ સાથે કેટલિક ચિંતાઓ પણ જાહેર કરી છે. આવો જાણીએ રાહુલ ગાંધી અને અભિજીત બેનર્જી વચ્ચે વાતચીતના કેટલાક મહત્વના પાસાઓ.
બેનર્જીની બે ચિંતાઓ
અભિજીત બેનર્જીએ કહ્યું કે, આપણી પાસે બે ચિંતાઓ છે. પ્રથમ કે તે દિવાલીયા થવાની ચેનને ટાળીએ, દેવા માફી એક રીત હોઈ શકે છે. બીજી મોટી ચિંતા માગમાં ઘટાડો છે. તેને દૂર કરવા માટે ગરીબોને કેટલાક રૂપિયા આપી શકાય છે. બેનર્જી પ્રમાણે નિચલા વર્ગના 60 ટકા લોકોને થોડા વધુ પૈસા આપીએ તો નુકસાન થશે નહીં.
- અભિજીત બેનર્જીએ કહ્યું કે, આપણે હજુ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી નથી. આપણે જે પેકેજ આપ્યું છે તે જીડીપીના 1 ટકા બરાબર છે, જ્યારે અમેરિકા 10 ટકા સુધી પહોંચી ગયું છે. આપણે રાહત પેકેજ વધારવાની જરૂર છે.
- અભિજીત બેનર્જી પ્રમાણે માત્ર ઈએમઆઈને આગળ પાછળ કરવાની જગ્યાએ, તેને માફ કરવું યોગ્ય રહેશે. તેનાથી લોકોને મોટી રાહત મળશે.
- આ સાથે બેનર્જીએ કહ્યું કે, લોકોના હાથમાં પૈસા હોવા જોઈએ જેથી તે ખરીદી કરી શકે. સ્ટોરમાં જાય, વસ્તુઓ ખરીદી. એમએસએમઈની ઘણી વસ્તુ છે જેને લોકો ખરીદે છે, પરંતુ તે ખરીદી રહ્યાં નથી. તેની પાસે પૈસા હોય અને તમે આપવાનું વચન આપો તો તે સંભવ છે. અર્થવ્યવસ્થામાંથી સંકટ દૂર કરવા ખર્ચ કરાવવો સરળ રીત છે. કારણ કે તેનાથી એમએસએમઈના હાથમાં પણ પૈસા આવશે, તે પણ ખર્ચ કરશે અને આ રીતે એક ચેન બની જશે.
- અભિજીત બેનર્જી પ્રમાણે આપણે સારી રીતે વિચારવું પડશે કે તમે જ્યારે ખરીદી કરવા માટે બહાર જાવ ત્યારે તમને પૈસા મળે ન કે પહેલાથી. અથવા સરકાર વચન આપે કે તમે ચિંતા ન કરો, તમને પૈસા મળશે, ભૂખે મરવાનો વારો આવશે નહીં, જેથી તમારી પાસે થોડી બચત રહી શકે. જો લોકોને તે વિશ્વાસ અપાવવમાં આવે કે બે મહિના અથવા જ્યાં સુધી લૉકડાઉન છે, તેના હાથમાં પૈસા રહેશે, તે પરેશાન થશે નહીં અને ખર્ચ કરવા ઈચ્છશે. તેમાંથી કેટલાક પાસે બચત હશે.
આખરે કોરોનાનો તોડ મળી ગયો? આ શક્તિશાળી દેશના રક્ષામંત્રીનો દાવો- 'અમે બનાવી લીધી રસી
- માત્ર અસ્થાયી રાશન કાર્ડને જ માન્યતા આપવામાં આવે, જેને પણ જોઈએ તેને આ મળી જાય. શરૂઆતમાં ત્રણ મહિના અને ત્યારબાદ જરૂર હોય તો રિન્યૂ કરવામાં આવે, અને તેના આધાર પર રાશન આપવામાં આવે, જે પણ માગવા આવે તેને રાશન આપી દો અને તેને બેનિફિટ ટ્રાન્સફરનો આધાર બનાવી લો. મને લાગે છે કે આપણી પાસે પૂરતો જથ્થો છે, આપણે ઘણા સમય સુધી આ યોજનાને ચલાવી શકીએ છીએ.
- જે લોકોના જનધન ખાતા છે તેને પાસા મળી જશે. પરંતુ ઘણા લોકોના ખાતા નથી, ખાસ કરીને પ્રવાસી મજૂરોની પાસે નથી, આપણે વસ્તીના મોટા ભાગ વિશે વિચારવું પશે જેની પહોંચ આ બધા સુધી નથી. આ માટે યોગ્ય પગલું હશે કે આપણે રાજ્ય સરકારોને પૈસા આપીએ જે યોજનાઓ દ્વારા લોકો સુધી પહોંચાડે, તેમાં એનજીઓની મદદ લઈ શકાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube