નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર (Modi Government) ની કેબિનેટ બેઠકમાં 6 મહત્વના બિલોને લીલી ઝંડી મળી ગઈ. જેમાં સૌથી મહત્વના બિલમાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill (CAB), એસસી-એસટી (SC-ST) ને અનામત અને સીનિયર સિટિઝન એમેન્ડમેન્ટ બિલ (Citizenship Amendment Bill)ને મંજૂરી અપાઈ. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ( Prakash Javadekar) પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને તેને જલદી સંસદમાં રજુ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Citizenship Amendment Bill: નાગરિકતા સંશોધન વિધેયકને મોદી કેબિનેટની મંજૂરી, હવે સંસદમાં રજુ કરાશે આ બિલ


અનામત (Reservation) મળે છે તેમાં દર 10 વર્ષ બાદ વધારો કરવો પડે છે. આ વખતે પણ સરકારે એસસી-એસટી (SC-ST) અનામતના સમયગાળાને 10 વર્ષ માટે વધારવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે આ અનામત 2020માં પૂરી થઈ રહી હતી જેને હવે 2030 સુધી વધારવામાં આવી છે. 


છત્તીસગઢ: ITBPના જવાનોએ પોતાના જ સાથીઓ પર ચલાવી ગોળીઓ, 6ના મોત, 2ને ઇજા


જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે સિટિઝન એમેન્ડમેન્ટ બિલને પણ મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે સીનિયર સિટિઝનને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કેબિનેટે સીનિયર સિટિઝન એમેન્ડમેન્ટ બિલને લીલી ઝંડી આપી દીધી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube