નાગરિકતા સંશોધન બિલને આજે મળી શકે છે મંજૂરી, સવારે 9:30 વાગે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક
રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) બાદ મોદી સરકાર નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) લાવવાની તૈયારીમાં છે. કેબિનેટની મંજૂરી બાદ તેને સંસદમાં રજૂ કરવામાં આવશે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) બાદ મોદી સરકાર નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill) લાવવાની તૈયારીમાં છે. કેબિનેટની મંજૂરી બાદ તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. સરકારે આજે બુધવારે (4 ડિસેમ્બર)ના રોજ સવારે નવ વાગે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા બાદ તેને મંજૂરી આપવામાં આવી શકે છે.
સૂત્રોના હવાલેથે મળતી માહિતી મુજબ આજે થનારી કેબિનેટની બેઠકમાં સિટીઝનશિપ અમેંડમેંટ બિલને મંજૂરી મળવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારના પ્રયત્નો છે કે આ અઠવાડિયે બિલને રજૂ કરવામાં આવે. જાણકારી અનુસાર ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરી પૂર્વી રાજ્યોના નેતાઓ સાથે બિલ પર સામાન્ય સહમતિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
બે દિવસ સુધી અમિત શાહે ઉત્તર પૂર્વના રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય સ્ટોકહોલ્ડર સાથે બેઠક કરી હતી. સરકાર પ્રયત્ન કરી રહી છે કે બધાને વિશ્વાસમાં લઇને બિલ લાવવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહના પ્રયત્નથી આ બિલનો વિરોધ કરી રહેલા ઉત્તર પૂર્વના કેટલાક રાજ્ય પણ સહમત થઇ ગયા છે. જોકે કોંગ્રેસ, વામ અને અન્ય પક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે તેમાં મુસ્લિમોને પણ સામેલ કરવામાં આવે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube