મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case) ના મોત કેસમાં અત્યાર સુધીમાં અનેક મોટા ખુલાસા થઈ ચૂક્યા છે. જેમ જેમ આ કેસમાં સીબીઆઈ (CBI) ની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (રિયા ચક્રવર્તી) તેમાં ફસાતી જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે સીબીઆઈ રિયાનો પૉલીગ્રાફી ટેસ્ટ (Lie Detector Test) કરાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sushant Case: CBI ના આ એક સવાલથી રિયાને પરસેવો છૂટી ગયો...બધી હોશિયારી નીકળી ગઈ!


સીબીઆઈના અધિકારીઓની યાદીમાં રિયા સહિત કેટલાક લોકોના નામ મોખરે છે જેમના ટેસ્ટ કરાવવા પર વિચાર થઈ રહ્યો છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. પરંતુ જો આ ટેસ્ટ કરાવવાની મંજૂરી મળશે તો સીબીઆઈ રિયા ચક્રવર્તી સહિત યાદીમાં સામેલ તમામ લોકોને દિલ્હી બોલાવીને તેમના ટેસ્ટ કરાવી શકે છે. જાણકારોનું માનીએ તો એક-બે તબક્કાની પૂછપરછ બાદ સીબીઆઈ આ મામલે છેલ્લો નિર્ણય લેશે. 


Rhea Chakraborty પર સુશાંતના પિતાનો મોટો આરોપ, બોલ્યા-'મારા પુત્રને ઝેર આપતી હતી'


એવા પણ ખબર છે કે આજે સીબીઆઈ રિયાની પૂછપરછ કરી શકે છે. આ સાથે એમ પણ માહિતી મળી રહી છે કે સીબીઆઈ સિદ્ધાર્થ, સેમ્યુઅલ, શૌવિક, નીરજ, દીપેશ અને રિયાને આમને સામને બેસાડીને પૂછપરછ કરી શકે છે. વિશેષ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુશાંત કેસમાં આવેલા ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પણ રિયાને સમને પાઠવી શકે છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube