બેંગ્લુરુ: કર્ણાટક કોંગ્રેસ (Karnata Congress) ના અધ્યક્ષ ડી કે શિવકુમાર (dk shivakumar) ના અનેક ઠેકાણે સીબીઆઈ (CBI) એ દરોડા પાડ્યા છે અને 50 લાખ રૂપિયા કેશ મળી આવી છે. અત્રે જણાવવાનું કે શિવકુમારના 14 ઠેકાણાઓ પર કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તેમના ભાઈ ડી કે સુરેશના ઘર ઉપર પણ સીબીઆઈની રેડ પડી છે. આ દરોડાની કાર્યવાહી ગત કોંગ્રેસ સરકારના સમયે થયેલી ગેરરીતિઓ સંબંધિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે સુશાંત કેસ પર AIIMSના ડૉ. સુધીર ગુપ્તાએ આપ્યું નિવેદન, હવે CBI તાબડતોબ કરશે 'આ' કામ 


કર્ણાટક, દિલ્હી, મુંબઈમાં દરોડા
ડી કે શિવકુમારના 14 ઠેકાણાઓ પર સીબીઆઈની દરોડાની કામગીરી ચાલુ છે. જેમાંથી 9 ઠેકાણા કર્ણાટકમાં છે. ચાર દિલ્હીમાં અને મુંબઈના એક ઠેકાણા ઉપર પણ રેડ પડી છે. 


'સામના'માં સુશાંત સિંહ રાજપૂતના ચરિત્રના 'લીરેલીરા', શિવસેનાએ લગાવ્યા અનેક ગંભીર આરોપ


સવારે 6 વાગ્યાથી ચાલી રહી છે સીબીઆઈની કાર્યવાહી
સીબીઆઈની દરોડાની કામગીરી આજે વહેલી સવારે 6 વાગ્યાથી કનકપુરા મતવિસ્તારના ડોડ્ડુલ્લાહલ્લી ગામમાં સ્થિત તેમના ઘરેથી શરૂ થઈ. આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ રાજ્ય વિધાનસભામાં શિવકુમાર કરે છે. ડી કે સુરેશ બેગ્લુરુ ગ્રામીણથી સાંસદ છે. ડી કે શિવકુમાર કોંગ્રેસના સંકટમોચક પણ ગણાય છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube