'સામના'માં સુશાંત સિંહ રાજપૂતના ચરિત્રના 'લીરેલીરા', શિવસેનાએ લગાવ્યા અનેક ગંભીર આરોપ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) ના મૃત્યુ કેસમાં ટીકાઓનો સામનો કરી રહેલી શિવસેના (Shivsena) ની દાઝ ફરી એકવાર સામે આવી છે. સુશાંતની આત્મહત્યાના દોષિતોને બચાવવાનો આરોપ ઝેલી રહેલી શિવસેનાએ AIIMS ના રિપોર્ટને આધાર બનાવીને દિવંગત અભિનેતાના ચરિત્ર પર જ સવાલ ઉઠાવી નાખ્યા છે. 

'સામના'માં સુશાંત સિંહ રાજપૂતના ચરિત્રના 'લીરેલીરા', શિવસેનાએ લગાવ્યા અનેક ગંભીર આરોપ

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) ના મૃત્યુ કેસમાં ટીકાઓનો સામનો કરી રહેલી શિવસેના (Shivsena) ની દાઝ ફરી એકવાર સામે આવી છે. સુશાંતની આત્મહત્યાના દોષિતોને બચાવવાનો આરોપ ઝેલી રહેલી શિવસેનાએ AIIMS ના રિપોર્ટને આધાર બનાવીને દિવંગત અભિનેતાના ચરિત્ર પર જ સવાલ ઉઠાવી નાખ્યા છે. 

નિષ્ફળતાથી ગ્રસ્ત હતો સુશાંત
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સુશાંત સિંહ રાજપૂતના ચરિત્ર પર નિશાન સાધતા અનેક વાતો કરી છે. સુશાંતને માદક પદાર્થોનું સેવન કરનાર, અને ચરિત્રહીન વ્યક્તિ ગણાવ્યો છે. સામનાએ AIIMSના રિપોર્ટનો હવાલો આપતા કહ્યું છે કે સુશાંત સિંહ નિષ્ફળતા અને નિરાશાથી ગ્રસ્ત હતો, જીવનમાં અસફળતાઓને તે પોતે સંભાળી શક્યો નહીં, આ જ કશ્મકશમાં તેણે માદક પદાર્થોનું સેવન શરૂ કરી દીધુ અને એક દિવસ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સમાપ્ત કરી દીધી. 

...તો રોજ થાત અપમાન
સામનામાં વધુમાં લખાયું છે કે સીબીઆઈ તપાસમાં સામે આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત એક ચરિત્રહિન અને ચંચળ કલાકાર હતો. બિહારની પોલીસને હસ્તક્ષેપ કરવા દીધો હોત તો કદાચ સુશાંત અને તેના પરિવારની રોજેરોજ બેઈજ્જતી થાત. બિહાર ચૂંટણી પ્રચાર માટે કોઈ મુદ્દો ન હોવાના કારણે નીતિશકુમાર અને ત્યાંના નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો. આ માટે રાજ્યના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેને વર્દીમાં નચાવ્યા અને આખરે આ મહાશય નીતિશકુમારની પાર્ટીમાં સામેલ થઈ ગયા.

માનહાનિનો કેસ થવો જોઈએ
સામનામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે તે નેતાઓ અને ચેનલો પર માનહાનિનો કેસ કરવો જોઈએ જે મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉટાવીને તેની છબી ખરાબ કરી રહ્યા હતાં. આવા બેઈમાન લોકો વિરુદ્ધ મરાઠી જનતાએ એક ભૂમિકા લેવી જોઈએ. અનેક ગુપ્તેશ્વર આવ્યા અને ગયા પરંતુ મુંબઈ પોલીસની પ્રતિષ્ઠાનો ઝંડો લહેરાતો રહ્યો. જો સુશાંત સિંહ રાજપૂત ઉપર મોત બાદ કેસ ચલાવવાની કોઈ કાયદાકીય વ્યવસ્થા હોત તો ડ્રગ્સ કેસમાં સુશાંત પર માદક પદાર્થોના સેવનનો કેસ ચાલત.

કંગના પર સાધ્યું નિશાન
પાર્ટીના મુખપત્રમાં નામ લીધા વગર અભિનેત્રી કંગના રનૌત ઉપર પણ નિશાન સાધવામાં આવ્યું છે. સામનામાં લખ્યું છે કે સુશાંતના મોતનો જેણે મુદ્દો બનાવ્યો, મુંબઈને પાકિસ્તાન અને બાબરની ઉપમા આપી તે અભિનેત્રી હવે કયા દરમાં છૂપાયેલી છે. હાથરસમાં એક યુવતીને બળાત્કાર બાદ મારી નાખવામાં આવી, તેના પર અભિનેત્રીએ ગ્લિસરીન નાખીને બે આંસુ પણ ન વહાવ્યાં. જેમણે બળાત્કાર કર્યો તે આ અભિનેત્રીના ભાઈ બંધુ છે કે શું?

શું છે રિપોર્ટમાં?
AIIMS ના રિપોર્ટમાં કહેવાયું છે કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. AIIMSની ટીમે માત્ર વિસરા રિપોર્ટ જ નહીં પરંતુ આ સાથે આત્મહત્યાવાળી જગ્યા પર જઈને પણ તપાસ કરી. એમ્સની પાંચ સભ્યોની ફોરેન્સિક ટીમે અનેક અઠવાડિયા સુધી સતત એક એક પહેલુંની તપાસ કરી. ત્યારબાદ જે રિપોર્ટ સામે આવ્યો તે મુજબ સુશાંતની હત્યા નહતી થઈ પરંતુ તેણે આત્મહત્યા કરી હતી. સુશાંતના વિસરાની પણ એમ્સે તપાસ કરી હતી. એમ્સની તપાસમાં સુશાંતના વિસરામાં ઝેર મળ્યું નથી. સુશાંતને ઝેર આપવાની વાત ફગાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news