હિતેન વિઠલાણી/દિલ્હી :CBI ની સ્પેશ્યલ કોર્ટે શનિવારે લાંચ પ્રકરણમાં CBI ના પૂર્વ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના (rakesh asthana) અને DSP દેવેન્દ્ર કુમારને ક્લિનચીટ આપી છે. CBI તરફથી દાખલ ચાર્જશીટ પર અસહમતિ દર્શાવતા સ્પેશ્યલ જજ સંજીવ અગ્રવાલે કહ્યું કે, અસ્થાના અને કુમાર વિરુદ્ધ આગળ કાર્યવાહી કરવા માટે પર્યાપ્ત પુરાવા નથી. જો ભવિષ્યમાં નવા તથ્યો સામે આવશે તો જોઈશું. તપાસ એજન્સીએ ચાર્જશીટમાં અસ્થાના અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના પુરાવા ન મળ્યા હોવાની વાત કરી હતી. કોર્ટે કહ્યું ,કે આ મામલા (CBI case) માં આરોપી મનોજ, તેના ભાઇ સોમેશ્વર પ્રસાદ અને તેના સસરા સુનીલ મિત્તલ વિરુદ્ધ પણ યોગ્ય પુરાવા નથી. કોર્ટે આ મામલે સોમેશ્વર પ્રસાદ અને મિત્તલને 13 એપ્રિલે કોર્ટમાં રજૂ થવાનો આદેશ પણ કર્યો છે.


કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018માં થઈ હતી અસ્થાનાની ધરપકડ
CBI એ અસ્થાના અને કુમારની 2018માં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને જામીન મળી ગયા હતા. બંન્નેને આરોપી બનાવ્યા બાદ પર્યાપ્ત પુરાવા ન મળતા તેમના નામ ચાર્જશીટની કોલમ 12માં લખવામાં આવ્યા હતા. CBIએ હૈદરાબાદના વેપારી સતીશ સનાની ફરિયાદના આધારે અસ્થાના વિરુદ્ધ મામલો દાખલ કર્યો હતો. સનાએ અસ્થાના પર 10 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો. તેણે અસ્થાનાને ડિસેમ્બર 2017 બાદ 10 મહિનામાં લાંચની રકમ આપવાની વાત કહી હતી. અસ્થાનાની આગેવાની હેઠળ એક ટીમ સના અને મીટના વેપારી મોઈન કુરેશી વિરુદ્ધ 2017 ના એક કેસમાં તપાસ કરી રહી હતી.


રામપુરનો ખજાના અને અજાયબી જેવા તાળા કરતા પણ વધુ રોમાંચક માહિતી આવી સામે 


ડીએસપી દેવેન્દ્ર કુમારને પણ રાહત
સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી આ બંને ઓફિસર્સની વાત છે, તત્કાલિન સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને તત્કાલીન ડીએસપી દેવેન્દ્ર કુમારની વિરુદ્ધ લાંચના પૂરતા પુરાવા મળ્યા નથી. તેથી તપાસ એજન્સની રિપોર્ટ સ્વીકાર કરતા તેમને ક્લીનચીટ આપવામાં આવે છે. જોકે, હજી પણ કેસની તપાસ ચાલી રહી છે. તેથી જો તપાસ એજન્સીને ક્યારેય પણ પૂછપરછની જરૂર પડી તો બંનેને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ડીએસપી દેવેન્દ્ર કુમારની પણ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કે કોર્ટના હસ્તક્ષેપ બાદ રાકેશ અસ્થાનાને ધરપકડમાઁથી રાહત મળી હતી. 


CBI માં બીજા નંબર પર રહી ચૂકેલા અસ્થાના પહેલા પણ અનેક વિવાદોમાં રહી ચૂક્યા છે. પહેલા તેઓ CBI ના પૂર્વ ડાયરેક્ટર આલોક કુમાર સાથેના ઘર્ષણના કારણે વિવાદોમાં રહ્યા હતા. ત્યારબાદ CBI એ તેમની વિરુદ્ધ જ ભ્રષ્ટાચારના કાયદા અંતર્ગત કેસ દાખલ કરી દીધો હતો. મામલા ને થાળે પાડવા સરકારે અધિકારીઓની બદલી કરી વિવાદ ને શાંત કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશભરના મહત્વના સમાચાર માટે ક્લિક કરો અહીં...