રામપુરનો ખજાના અને અજાયબી જેવા તાળા કરતા પણ વધુ રોમાંચક માહિતી આવી સામે

રામપુરના નવાબની નવાબીનો પોતાનો અલગ જ રુતબો હતો. છેલ્લા કેટલાક દાયકાથી આ નવાબિયત અને તેની મિલ્કીયત (Treasury of Rampur) પર જે જંગ ચાલી રહી હતી, તે ભાગલા તો ચર્ચાસ્પદ બની રહ્યાં છે. પરંતુ હાલ તો જે ઈતિહાસ સામે આવ્યો છે, તેની માહિતી ક્યાંય કોઈને નથી. આ વાત સાંભળીને તમારું મોઢું ખુલ્લુ રહી જશે.
રામપુરનો ખજાના અને અજાયબી જેવા તાળા કરતા પણ વધુ રોમાંચક માહિતી આવી સામે

ઝી મીડિયા/બ્યૂરો :રામપુરના નવાબની નવાબીનો પોતાનો અલગ જ રુતબો હતો. છેલ્લા કેટલાક દાયકાથી આ નવાબિયત અને તેની મિલ્કીયત (Treasury of Rampur) પર જે જંગ ચાલી રહી હતી, તે ભાગલા તો ચર્ચાસ્પદ બની રહ્યાં છે. પરંતુ હાલ તો જે ઈતિહાસ સામે આવ્યો છે, તેની માહિતી ક્યાંય કોઈને નથી. આ વાત સાંભળીને તમારું મોઢું ખુલ્લુ રહી જશે.

નવાબની પાસે માત્ર પોતાના બાગ, શાનદાર હવેલી અને સેંકડો એકર જમીન જ ન હતી, પરંતુ એશો આરામની દરેક એ ચીજ હતી, જેની સામાન્ય માણસો કલ્પના પણ કરી શક્તા નથી. એ જમાનામાં કોઈએ વિચાર્યું ન હોય કે કોઈ નવાબનું પોતાનું રેલવે સ્ટેશન પણ હોઈ શકે છે. 

કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ 

રુતબો એવો કે અલગ સ્ટેશન બનાવ્યું હતું
રામપુરમાં સન 1774થી 1949 સુધી નવાબોનું રાજ રહ્યું હતું. રઝા અલી ખા રામપુરના અંતિમ નવાબ હતા. નવાબી સમય હવે ભલે પૂરો થઈ ગયો હોય. પરંતુ તે સમયમાં બનેલી ઐતિહાસિક ઈમારતો આજે પણ શાનદાર રીતે ઉભી છે. આઝાદી પહેલા રામપુરમાં નવાબોનો એક અલગ રુતબો હતો. તેમનું પોતાનું રેલવે સ્ટેશન પણ હતું, જ્યાં દર સમયે બે બોગીઓ તૈયાર ઉભી રહેતી હતી. 

જ્યારે પણ નવાબના પરિવારને દિલ્હી, લખનઉં વગેરે સ્થળોએ જવાનું રહેતું, તો તેઓ રેલવે સ્ટેશન પહોંચી જતા હતા. ત્યાંથી ટ્રેનમાં તેમની બોગીઓને જોડી દેવામા આવતી હતી. સંપત્તિ વિવાદને પગલે નવાબ સ્ટેશન હવે ખંડેર બની ગયું છે અને બોગીઓને પણ કાટ લાગી ગયો છે. 

હોળીના તહેવાર માટે 108 ઈમરજન્સી દ્વારા બનાવાયો માસ્ટરબ્લાસ્ટર એક્શન પ્લાન

નવમા નવાબ હામિદ અલી ખાએ બનાવ્યું હતું
રામપુરમાં રેલવે સ્ટેશનની પાસે એક બુલંદ ઈમારત છે. સમયના ઘાવને દૂર કરવામાં આવે તો તેની પાછળ એક રસપ્રદે ઈતિહાસ ઘરબાયેલો છે. આ ઈતિહાસ આપણને રામપુરના નવાબ હામિદ અલી ખાના સમયમાં લઈ જાય છે. આ ઈમારતને નવાબના રેલવે સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. 

રામપુરના નવમા નવાબ હામિદ અલી ખાના સમયમાં જ્યારે જિલ્લાથી રેલવે લાઈન પસાર થઈ તો તેઓએ પોતાના સ્ટેશનની નજીક જ પોતાનું અલગ સ્ટેશન બનાવ્યું હતું. દિલ્હી કે લખનઉ જતા સમયે નવાબ પરિવાર પોતાના મહેલથી સીધા નવાબ સ્ટેશન પહોંચી જતા હતા અને પોતાની બોગીઓમાં બેસી જતા હતા. આ માટે 40 કિલોમીટર લાંબી રેલવે લાઈન પાથરવામાં આવી હતી.

બોગીને લાગી ગયો કાટ
રામપુર સ્ટેશન પર ટ્રેન આવવા પર નવાબની બોગીઓ તેની સાથે જોડી દેવામાં આવતી હતી. આઝાદી બાદ પણ નવાબ પોતાની બોગીઓમાં સફર કરતા રહ્યા હતા. પરંતુ બાદમાં સરકારી નિયમોને પગલે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તેના બાદ નવાબ પરિવાર વચ્ચે સંપત્તિને લઈને વિવાદ શરૂ થયો હતો. બાદમાં સારસંભાળ ન રહેવાને કારણે તેની ચમક ફીક્કી પડવા લાગી હતી.

હનિમૂન માટે મલેશિયા ગયું હતું કપલ, નવીનવેલી દુલ્હન શંકાસ્પદ કોરોના વાયરસ સાથે રાજકોટ આવી

હાલત એ છે કે, ક્યારેક શાહી અંદાજમાં સજીધજીને રહેતી આ બોગીઓમાં આજે કાટ લાગી ગયો છે. બોગીઓના તમામ દરવાજા અને દરવાજા બંધ કરી દેવાયા છે. બોગીઓના દરવાજા પર પણ તાળા લાગેલા છે. નવાબનું સ્ટેશન હવે ખંડેર બની ગયું છે. હવે અહી સાયકલ સ્ટેન્ડ બનાવી દેવાયું છે. 

ઉલ્લેખનીય છે કે, નવાબોની બેશકિંમતી મિલકત કોઠી ખાસબાગમાં બનેલ સ્ટ્રોન્ગ રૂમમાં રખાયેલ છે. એવો દાવો છે કે, અહીં હીરા-જવેરાત, સોના-ચાંદી, જડાઉ હથિયાર અને તાજ રાખવામાં આવ્યો છે. આ લોકરને ચબ કંપનીએ બનાવ્યું હતું. સંપત્તિની વહેંચણીને લઈને તેને ખોલવાના અનેક પ્રયાસો કરાઈ ચૂક્યા છે. પરંતુ સફળતા મળી નથી. 7 માર્ચના રોજ એકવાર ફરીથી લોકરને કાપવાનો પ્રયાસ કરવામાં આવનાર હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news