નવી દિલ્હીઃ બોર્ડની પરીક્ષાને લઈને તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ઓછામાં ઓછી જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બોર્ડની પરીક્ષા લેવાશે નહીં. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે તેની જાહેરાત કરી છે. નિશંકે કહ્યુ કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોઈ બોર્ડની પરીક્ષા લેવાશે નહીં. બોર્ડની પરીક્ષાને લઈને બાદમાં નિર્ણય લેવામાં આવશે. દેશભરના શિક્ષકોની સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ જાહેરાત કરી છે. નિશંક પહેલા પણ કહી ચુક્યા છે કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. તેમણે 10 ડિસેમ્બરે કહ્યું હતું કે, પરીક્ષાનું આયોજન માર્ચમાં જ કરાવવું ફરજીયાત નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓને તૈયારી માટે સમય મળશેઃ મંત્રી
વાલીઓએ બોર્ડની પરીક્ષાઓ મે મહિના દરમિયાન કરાવવાની માગ કરી છે. આ મહિને નિશંકે કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને પરીક્ષાની નવી પેટર્નના આધાર પર તૈયારીનો સંપૂર્ણ સમય મળશે. પરીક્ષા માર્ચ મહિનામાં જ યોજવી તે ફરજીયાત નથી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી પરીક્ષા નક્કી કરવામાં આવશે. પ્રેક્ટિકલ પણ કોઈ એન્ટ્રસ એક્ઝામની તારીખ પર નહીં હોય. નિશંકે કહ્યુ હતુ કે, 2021 બોર્ડની પરીક્ષાઓ માટે સીબીએસઈએ 30 ટકા અભ્યાસક્રમ ઓછો કરી દીધો છે. માર્કશીટમાંથી ફેલ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. હવે કોઈ ફેલ થશે નહીં. 
 


લોકોને ફાયદો ન મળે ત્યાં સુધી વિજ્ઞાન-તકનીક અધૂરી, વિજ્ઞાન મહોત્સવમાં બોલ્યા PM મોદી


વર્ચ્યુઅલ રીતે ચાલી રહ્યાં છે ક્લાસ
બોર્ડની પરીક્ષાઓનું આયોજન કરવાને લઈને વાલીઓ અને શિક્ષકો વચ્ચે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. અત્યાર સુધી કોવિડને કારણે દેશમાં શાળા-કોલેજો શરૂ થઈ શકી નથી. બોર્ડની પરીક્ષાઓના રજીસ્ટ્રેશનથી લઈને વર્ગ સંચાલન સુધી તમામ કાર્યો વર્ચ્યુઅલ કે ઓનલાઇન રીતે સંચાલિત થઈ રહ્યાં છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube