લોકોને ફાયદો ન મળે ત્યાં સુધી વિજ્ઞાન-તકનીક અધૂરી, વિજ્ઞાન મહોત્સવમાં બોલ્યા PM મોદી

પીએમ મોદીએ કહ્યુ કે, તહેવાર, ઉત્સવ ભારતની સંસ્કૃતિ પણ છે અને પરંપરા પણ છે. આજે આપણે વિજ્ઞાનની ઉજવણી કરી રહ્યાં છીએ. આપણે તે હ્યૂમન સ્પ્રિટની પણ ઉજવણી કરી રહ્યાં છીએ જે આપણે સતત ઇનોવેશન માટે પ્રેરિત કરે છે.

લોકોને ફાયદો ન મળે ત્યાં સુધી વિજ્ઞાન-તકનીક અધૂરી, વિજ્ઞાન મહોત્સવમાં બોલ્યા PM મોદી

નવી દિલ્હીઃ ઈન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (Indian International Science Festival) પર આયોજીત ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે મંગળવારે કહ્યુ કે, સાયન્સ અને તકનીક ત્યાં સુધી અધુરી રહેશે જ્યાં સુધી સામાન્ય લોકોને તેનો ફાયદો મળતો નથી. 

પીએમ મોદીએ કહ્યુ કે, તહેવાર, ઉત્સવ ભારતની સંસ્કૃતિ પણ છે અને પરંપરા પણ છે. આજે આપણે વિજ્ઞાનની ઉજવણી કરી રહ્યાં છીએ. આપણે તે હ્યૂમન સ્પ્રિટની પણ ઉજવણી કરી રહ્યાં છીએ જે આપણે સતત ઇનોવેશન માટે પ્રેરિત કરે છે. તેમણે કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા ફેરફારોને કોમ્પ્લિમેન્ટ કરવા માટે અટલ ઇનોવેશન મિશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન એક પ્રકારે ઇન્ક્વાયરી, એન્ટરપ્રાઇઝને, ઇનોવેશનને સેલિબ્રેટ કરે છે. 

— ANI (@ANI) December 22, 2020

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, હાલમાં ભારતે વૈભવ સમિટનું પણ આયોજન કર્યુ હતું. મહિના સુધી ચાલેલી આ સમિટમાં વિશ્વથી ભારતીય મૂળના વૈજ્ઞાનિકો અને સંશોધકો એક મંચ પર ભેગા થયા હતા. તેમાં આશરે 23 હજાર સાથીઓએ ભાગ લીધો, 700 કલાકથી વધુ ચર્ચા થઈ હતી. 

વિજ્ઞાનના મહત્વની વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા છ વર્ષમાં યુવાઓને અવસરો સાથે જોડવા માટે દેશમાં વિજ્ઞાન અને તકનીકના ઉપયોગનો વિસ્તાર કરવામાં આવ્યો છે. સાયન્સ અને તકનીક ભારતમાં અભાવ અને પ્રભાવના ગેપને ભરવાનો ખુબ મોટો બ્રીજ બની રહી છે. 

 

પ્રધાનમંત્રીએ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં કહ્યુ કે, આજે ગામમાં ઇન્ટરનેટ યૂઝરોની સંખ્યા શહેરોથી વધુ છે. ગામનો ગરીબ કિસાન પણ ડિજિટલ પેમેન્ટ કરી રહ્યો છે. આજે ભારતની મોટી વસ્તુ સ્માર્ટ ફોન આધારિત એપ સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે, આજે ભારત ગ્લોબલ હાઈટેક પાવરના ઇવોલ્યૂશન અને રિવોલ્યૂશન બંન્નેનું સેન્ટર બનેલું છે. 

પીએમ મોદીએ કહ્યું કે, વિજ્ઞાન વ્યક્તિના અંદરના સામર્થ્યને બહાર લાવે છે. આ સ્પ્રિટ આપણે કોવિડ વેક્સિન માટે કામ કરતા આપણા વૈજ્ઞાનિકોમાં જોઈ છે. આપણા વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ લડાઈમાં દેશને સારી સ્થિતિમાં રાખ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news