નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) થી દેશમાં બગડતી સ્થિતિ અને ઓક્સીજન (Oxygen) ની મોટી સમસ્યાને જોતાં ગૃહ મંત્રાલય (Home Ministry) એ મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે ઇંડસ્ટ્રીને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ લગાવી દીધો છે. દેશમાં સુચારુ રીતે ઓક્સિજન સપ્લાય થાય એટલા માટે ગૃહ મંત્રાલયએ આજે આદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ સરકાર તરફથી છૂટ મળેલી ઇંડસ્ટ્રીને જ ઓક્સિજન સપ્લાય થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મન મૂકીને વાપરો AC, લાઇટ બિલનું No ટેન્શન! જાણો સોલાર AC ના ફાયદા


આદેશ અનુસાર ઔદ્યોગિક જરૂરિયાત અનુસાર ઓક્સિજન સપ્લાય આજથી કરી શકાશે નહી. ફક્ત 9 શ્રેણીઓને બાદ કરતાં ઓક્સિજન સપ્લાય કરનાર, ઓક્સિજનના નિર્માણ કરનાર પ્લાન્ટ અને ઓક્સિજનની અવરજવર કરનાર વાહનો પર કોઇ પ્રતિબંધ નહી હોય. 

Coronavirus: કોરોનાના દર્દીઓ માટે જીવલેણ થઇ શકે છે આ ભૂલો, ભૂલથી પણ ના કરશો


આ પહેલાં બુધવારે દિલ્હી હાઇકોર્ટે કેંદ્ર સરકારને ઇંડસ્ટ્રીની ઓક્સિજન સપ્લાય પર તાત્કાલિક રોકવા પર નિર્દેશ આપ્યા હતા. કોર્ટે મેક્સ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં આ આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે ઓક્સિજન પર પ્રથમ હક દર્દીઓનો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube