farmers protest: શું આંદોલનનો આવશે અંત? 30 ડિસેમ્બરે કિસાનો અને સરકાર વચ્ચે બેઠક
કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા કિસાનોને ફરી 30 ડિસેમ્બરે ચર્ચા માટે બોલાવ્યા છે. મહત્વનું છે કે કિસાન નેતાઓએ સરકાર સાથે વાતચીત કરવા માટે 29 ડિસેમ્બરનો સમય આપ્યો હતો.
નવી દિલ્હીઃ કૃષિ બિલ વિરુદ્ધ કિસાનોના આંદોલનનો આજે33મો દિવસ છે. આ વચ્ચે સરકારે કિસાનોને 30 ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. આ વાતચીત 30 ડિસેમ્બર, બુધવારે બપોરે બે કલાકે વિજ્ઞાન ભવનમાં થશે. આ પહેલા કિસાનોએ શનિવારે સરકારને પત્ર લખીને મંગળવારે 11 કલાકે બેઠક કરવાનો સમય આપ્યો હતો. પરંતુ આજે કેન્દ્ર સરકારે પત્ર જાહેર કરીને કિસાનોને 30 તારીખનો સમય આપ્યો છે.
30 ડિસેમ્બરે સરકાર અને કિસાનો વચ્ચે બેઠક
મોદી સરકારે સંસદમાં પાસ કરેલા કૃષિ બિલની વિરુદ્ધ દેશના કિસાનો છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી આંદોલન કરી રહ્યાં છે. કિસાનો નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માગ કરી રહ્યાં છે પરંતુ સરકાર બિલ રદ્દ કરવાની જગ્યાએ તેમાં સંશોધન કરવાની વાત કરી રહી છે. હવે આ મુદ્દે વાતચીત કરવા સરકાર અને કિસાનો વચ્ચે 30 ડિસેમ્બર બપોરે 2 કલાકે ફરી વાતચીત થવાની છે. આ બાબતે કૃષિ મંત્રાલયના સચિવે કિસાન નેતાઓને એક પત્ર લખ્યો છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube