ભોપાલ: ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી (Chamoli)  જિલ્લામાં રૈણી ગામ પાસે ગ્લેશિયર તૂટવાની ઘટના અંગે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી (Uma Bharti) એ ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે આ ઘટના ચિંતા અને ચેતવણી બંનેનો વિષય છે. ઉમા ભારતીએ લખ્યું કે જોશીમઠથી 24 કિલોમીટર દૂર, પૈંગ ગામ જિલ્લા ચમોલી ઉત્તરાખંડની ઉપર ગ્લેશિયર લપસવાથી ઋષિગંગા પર બનેલો પાવર પ્રોજેક્ટ જોરથી તૂટ્યો અને એક તબાહી લઈને આગળ વધી રહ્યો છે. હું ગંગા મૈયાને પ્રાર્થના કરું છું કે તેઓ બધાની રક્ષા કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમા ભારતીએ લખ્યું કે કાલે હું ઉત્તરકાશીમાં હતી. આજે હરિદ્વારમાં પહોંચી છું. હરિદ્વારમાં પણ અલર્ટ જાહેર કરાઈ છે. એટલે કે તબાહી હરિદ્વાર સુધી આવી શકે છે. આ જે અકસ્માત હિમાલયમાં ઋષિ ગંગા પર થયો તે ચિંતા અને ચેતવણી બંનેનો વિષય છે. હું જ્યારે મંત્રી હતી ત્યારે પોતાના મંત્રાલય તરફથી ઉત્તરાખંડના બંધો અંગે જે એફિડેવિટ આપી હતી તેમાં એ જ આગ્રહ કરાયો હતો કે હિમાલય એક ખુબ જ સંવેદનશીલ સ્થળ છે. આથી ગંગા અને તેની મુખ્ય સહાયક નદીઓ પર પાવર પ્રોજેક્ટ ન બનવા જોઈએ. 


Farmers Protest: PM મોદીએ ખેડૂતોને આપ્યો સ્પષ્ટ સંદેશ, 'MSP હતી, છે અને રહેશે'


ઉમા ભારતી (Uma Bharti) એ વધુમાં કહ્યું કે ગંગાની સહાયક નદીઓ પર પાવર પ્રોજેક્ટ ન બનવાથી ઉત્તરાખંડને 12 ટકા વીજળીનું નુકસાન થાય છે. નેશનલ ગ્રિડથી આ ક્ષતિની ભરપાઈ કરવી જોઈએ. તેમણે ટ્વીટ કરી કે 'હું આ દુર્ઘટનાથી ખુબ દુ:ખી છું. ઉત્તરાખંડ દેવભૂમિ છે. ત્યાંના લોકો ખુબ કપરું જીવન જીવીને તિબ્બત સાથે જોડાયેલી સરહદની રક્ષા માટે સજાગ રહે છે. હું તે બધાના રક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube