નવી દિલ્હી: ભારત અને ઈસરો માટે આજે ખુબ જ મહત્વનો દિવસ છે. કારણ કે ભારતનું અત્યંત મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન -2 ચંદ્રમાની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે. હવે ભારતના આ ચંદ્રયાનનો સીધો મુકાબલો ચીનના ચાંગ ઈ4 યાન સાથે છે. તેનું કારણ એ છે કે ચંદ્રયાન 2 ચંદ્રના જે ભાગમાં  પહોંચવાનું છે અને જેની શોધમાં જઈ રહ્યું છે ત્યાં ચીનનું યાન પહેલેથી જ તેની શોધખોળ કરી રહ્યું છે. ચંદ્રનો આ એ ભાગ છે જેને સાઉથ પોલ કહે છે અને જે ચીજની શોધમાં ચીન અને હવે ભારત છે તે છે હીલિયમ 3. બંનેમાંથી જે દેશને ત્યાં હીલિયમ 3 મળી જશે તે દેશની ઈકોનોમી દુનિયામાં સૌથી મજબુત બનવા તરફ ઝડપથી આગળ વધશે. આવો જાણીએ કેવી રીતે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન 2 કરશે હીલિયમની શોધ
ભારતનું ચંદ્રયાન 2 મિશન આમ તો અનેક અર્થમાં ઐતિહાસિક છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે હીલિયમ 3ની શોધ. જાણકારોનું માનીએ તો હીલિયમ 3 અનેક ઉર્જા જરૂરિયાતો પૂરી કરી શકે છે. હીલિયમ 3ની શોધ માટે ભારતનું ચંદ્રયાન ચંદ્રના સાઉથ પોલની વચ્ચે સોફ્ટ લેન્ડિંગ કરશે. જેના પર ફક્ત અમેરિકા, રશિયા અને જાપાનની નહીં પરંતુ ચીનની પણ નજર ટકેલી છે. જાણકારોનું માનીએ તો આ જ હીલિયમ માટે ભવિષ્યમાં વર્લ્ડ વોર -3 પણ થઈ શકે છે. 


અંતરિક્ષમાં ભારતની વધુ એક મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં પહોંચ્યુ ચંદ્રયાન-2


ચીનનું ચાંગ ઈ 4 કરી રહ્યું છે શોધ
ચીનના ચાંગ ઈ 4 મિશનને 7 ડિસેમ્બર 2019ના રોજ લોન્ચ કરાયું હતું અને તેણે આ જ વર્ષની શરૂઆતમાં 3જી જાન્યુઆરી 2019ના રોજ ચંદ્રમાં પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મેળવી હતી. આ યાન લો ફ્રિક્વન્સી રેડિયો એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેશનની મદદથી ચંદ્રના પાછળા ભાગની સપાટીની સંરચના અને ત્યાં રહેલા ખનીજો અંગે જાણકારી મેળવશે. ખાસ કરીને હીલીયમ 3. ચીન બાદ ભારત પણ હવે ત્યાં પહોંચવાના પ્રયત્નમાં છે. ચંદ્રયાન 2 પહોંચ્યા બાદ ચીનની મુશ્કેલીઓ ઘણી વધી જશે. 


શું છે હીલિયમ 3?
હીલિયમ 3 સામાન્ય હીલિયમનો આઈસોટોપ છે. સામાન્ય હીલિયમમાં બે પ્રોટોન બે ઈલેક્ટ્રોન અને બે ન્યૂટ્રોન હોય છે. જ્યારે હીલિયમ 3માં સામાન્ય હીલીયમની સરખામણીમાં એક ન્યૂટ્રોન ઓછુ હોય છે. એટલે કે 2 ઈલેક્ટ્રોન, 2 પ્રોટ્રોન અને એક ન્યૂટ્રોન હોય છે. ભૂમંડળમાં હીલિયમ 3 લગભગ 0.000137 ટકાના પ્રમાણમાં પ્રાકૃતિક રીતે મળી આવે છે. સામાન્ય રીતે તે ચંદ્ર પર જ મળી આવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્યનો પવન જ્યારે ચંદ્રમાની જમીન સાથે ટકરાય છે ત્યારે તેમા હીલિયમ 3 ચંદ્રમાની માટીમાં કેદ થઈ જાય છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...