નવી દિલ્હીઃ ચંદ્રયાન-2ની સફળ લોન્ચિંગ અંગે ટીમને અભિનંદન આપતા સમયે ઈસરોના ચેરમેન કે. સિવન અત્યંત ભાવુક થઈ ગયા હતા. ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણને વિજ્ઞાન અને ભારત માટે તેમણે ઐતિહાસિક દિવસ જણાવ્યો હતો. ભારતીય વૈજ્ઞાનિકોએ રાત-દિવસ એક કરીને સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી ચંદ્રયાન-2 તૈયાર કર્યું છે. ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે ઈસરોની ટીમ છેલ્લા 7 દિવસથી ઘરે ગઈ ન હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણની માહિતી આપતા સમયે ઈસરોના ચેરમેન કે.સિવનનું ગળું ભરાઈ આવ્યું હતું. તેમણે ચંદ્રયાન-2 મિશન સાથે સંકળાયેલી તમામ ટીમોની પ્રશંસા કરી અને જણાવ્યું કે, "તમે જે રીતે પોતાનું ઘર-બાર છોડીને, પોતાના અંગત હિત-અહિતને નજરઅંદાજ કરીને રાત-દિવસ એક કરી દીધા, તેના માટે હું તમને સૌને સલામ કરું છું."


ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જ શા માટે ઉતરશે ચંદ્રયાન-2? કારણ છે મોટું...


ઈસરોના ચેરમેને જણાવ્યું કે, "તમે છેલ્લા 7 દિવસથી પોતાના પરિજનોને ભુલી જઈને, પોતાનો હિતોનો ત્યાગ કરીને કામમાં લાગેલા હતા અને સ્નેગને સંપૂર્ણ પણે રિપેર કરી નાખ્યું. માત્ર 5 દિવસમાં જ ટેક્નિકલ ખામીને દૂર કરવા માટે હું તમારા સૌનો આભાર માનું છું." તેમણે ઈસરોના એન્જિનિયરો, ટેક્નિશિયનો, ટેક્નિકલ સ્ટાફ સહિત તમામ ટીમોનું અભિવાદન કર્યું અને આભાર માન્યો હતો. 


ચંદ્રયાન-2: હોલિવૂડ ફિલ્મ અવેન્જર્સ કરતાં પણ ઘણા ઓછા બજેટમાં પૂર્ણ થયું સમગ્ર મિશન...!


આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, "આપણું કામ હજુ પુરું થયું નથી. આપણી ટીમે મિશન ચંદ્રયાન-2ને હજુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી લઈ જવામાં મહેનત કરવાની છે."


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....