નવી દિલ્હી : ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર સાથે ઝડપથી સંપર્ક સધાય તેવી શક્યતા છે. તેમાં ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન એટલે કે ઇસરોની મદદ માટે હવે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા પણ જોડાઇ ચુકી છે. ઇસરો પોતાનાં ડીપ સ્પેસ નેટવર્ક (DSN) દ્વારા ચંદ્રયાન-2ના લેન્ડર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે હજી સુધીવિક્રમનો કોઇ જ સંપર્ક સાધી શકાયો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી ઇસરો ગયા તે માટે ચંદ્રયાન-2 પ્રોજેક્ટ નિષ્ફળ ગયો: કુમારસ્વામી
જો કે સારા સમાચાર કહી શકાય કે ઇસરોની મદદ હવે અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસા પણ આવી ચુકી છે. ઇસરોનાં એક અધિકારીના અનુસાર અમેરિકી અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) વિક્રમ સાથે રેડિયો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.


દંડના તમામ રેકોર્ડ ધ્વસ્ત: ડ્રાઇવરને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામા આવ્યો
2022 સુધીમાં બદલી જશે સંસદ ભવન, મોદી સરકારે પ્લાન પર શરૂ કર્યું કામ
નાસા પોતાનાં મુન ઓર્બિટરની મદદથી વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઇટની તસ્વીર લેવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકી સમાચાર પત્ર ન્યૂયોર્ક ટાઇમ્સને નાસાના એક પ્રવક્તાના હવાલાથી જણાવ્યું કે, ચંદ્રયાન-2નાં વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઇટની આસપાસની તસ્વીરો લેવામાં આવી રહી છે. આ તસ્વીરો તે ઇસરોને પણ પુરી પાડશે.


WhatsApp, Facebook અને twitter માટે ફરજીયાત થશે આધાર? સુપ્રીમમાં સુનાવણી
સમાચાર એજન્સી આઇએએનએસએ ઇસરોનાં એક અધિકારીનાં હવાલાથી જણાવ્યું કે, લેન્ડર વિક્રમની સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસ ત્યાં સુધી કરવામાં આવશે જ્યાં સુધી સુરજનો પ્રકાશ આ ક્ષેત્રમાં રહેશે. જેનો એક અર્થ થાય છે કે, લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ 20-21 સપ્ટેમ્બર સુધીમાં કરવામાં આવશે.


મંદી વચ્ચે મોદી સરકાર માટે ખુશખબરી, ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વધારો
વૈજ્ઞાનિકોને આશા છે કે વિક્રમ સાથે ઝડપથી સંપર્ક સાધવામાં આવશે. ઇસરો બેંગ્લુરૂ નજીક બયાલાલુમાં પોતાનાં ભારતીય ડીપ સ્પેસ નેટવર્ક (આઇડીએસએન) ની મદદથી વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. ખગોળવિદ સ્કોટ ટાયલીએ પણ ટ્વીટ કરીને વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થવાની સંભાવના વ્યક્ત કરી છે.સ્કોટ ટાયલી ત્યાં જ છે, જેમણે વર્ષ 2018માં અમેરિકાનાં હવામાન ઉપગ્રહ (વેધર સેટેલાઇટ)ને શોધી કાઢ્યો હતો. આ ઇમેજ સેટેલાઇટ નાસા દ્વારા 2000માં લોન્ચ કરવામાં આવી હતી, જેના પાંચ વર્ષ વર્ષ બાદ તેનો સંપર્ક તુટી ગયો હતો.