નવી દિલ્હી : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં છે. શી જિનપિંગ નું હિન્દુસ્તાનમાં જે પ્રકારે સ્વાગત થયું. તેઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. આ અગાઉ સપ્ટેમ્બર 2014માં શી જિનપિંગ જ્યારે ત્રણ દિવસની મુલાકાત પર ભારત આવ્યા હતા તો તેમની સાથે તેમની પત્ની પેંગ લિયુઆન પણ સાથે હતા. જો કે આ વખતે શી જિનપિંગ એકલા જ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શી જિનપિંગની પત્ની પેંગ લિયુયાન ખુબ જ લોકપ્રીય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાબલીપુરમમાં PM મોદી-જિનપિંગની મુલાકાત, જાણો ચીન કેમ ઇચ્છે છે ભારતનો સાથ ?
પેંગ ચીનના એક લોકગીત ગાયીકા છે અને તે ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી ચીની રાષ્ટ્રપતિના વિદેશી મુલાકાતમાં તેમની પત્નીને જાણીબુઝીને જ દુર રાખવામાં આવતા હતા, પરંતુ પેંગ લિયુયાને ભારત આવીને તે પરંપરા તોડી હતી.


PM મોદીએ શી જિનપિંગની ડિનર ડિપ્લોમસી, સંરક્ષણ-વેપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા
CM ફડણવીસ દુર્ઘટનાથી માંડ માંડ બચ્યા, કિચડમાં ફસાયું હેલિકોપ્ટર
પેંગ ચીનના આધુનિક રાજનીતિક ઇતિહાસમાં બીજી સૌથી મોટી દબદબો ધરાવનારી મહિલા છે. તેમને પહેલા કમ્યુનિસ્ટ પાર્ટીનાં પૂર્વ ચેરમેન માઓત્સે તુંગની પત્ની જિયાંગ કિંગનું નામ લેવામાં આવે છે. ચીનના પૂર્વ નેતા દેંગ જિયાઓપિંગથી માંડીને હૂં જિંતાઓ સુધીની પત્નીએ પર્દાની પાછળ રાખીને કામ કર્યું છે. વિદેશમાં પેંગની તુલના ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સારકોજીની પત્ની કાર્લાબ્રુની અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા સાથે કરવામાં આવે છે.


નવી મુલાકાત, નવી શરૂઆત: PM મોદી- જિનપિંગની મુલાકાતથી પાકિસ્તાન ગભરાયું
કોમન ફ્રેંડ દ્વારા થઇ હતી મુલાકાત
3 દશક સુધી પેંગ સુપરસ્ટાર રહી. પેંગ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે લગ્ન કરતા પહેલા ચીનના સૌથી ચર્ચિત ગાયીકા તરીકે જાણીતા છે. શી જિનપિંગ સાથે પેંગ લિયુઆનના લગ્ન 1987માં થયા હતા. કહેવાય છે કે બંન્નેની પહેલી મુલાકાત 1986માં એક કોમન ફ્રેંડ દ્વારા થઇ હતી અને પેંગને જિનપિંગની સાથે સમગ્ર જીવનનો સંબંધ તોડવાનો નિર્ણય લેવામાં માત્ર 40 મિનિટ લાગી હતી.


'મહાબલી' પુરમમાં બંન્ને રાષ્ટ્રાધ્યક્ષો ખુબ જ હળવાશનાં મુડમાં જોવા મળ્યાં
પેંગ ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીમાં સૌથી ઓછી ઉંમરના મેજર જનરલ બનનારા પહેલા નાગરિક છે. ધ પેઅની ફેયરી નામથી પ્રસિદ્ધ  પેંગપેંગને દ પિઅની ફેયરી પણ કહેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનમાં લિયુઆનનો અર્થ થાય છે અલબેલુ સૌંદર્ય. પેંગ વિશ્વ સ્વાસ્થય સંગઠનના સદ્ભાવના દુત પણ રહી ચુક્યા છે.