પેન્ગોંગમાં કેવી રીતે ભારતીય સેનાએ ચીની સૈનિકોને આપી ધોબીપછાડ...વાંચો પરાક્રમની INSIDE STORY
29/30 ઓગસ્ટની રાતે ભારતની સેનાના વીર જવાનોએ પેન્ગોંગમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવી તો તેમના હોશ ઉડી ગયાં. ભારતે એકવાર ફરીથી ચાલબાઝ ચીનને બતાવી દીધુ કે હવે તેની કોઈ જ ચાલ સફળ થશે નહીં. લદાખમાં તૈયાર થઈને બેઠેલી ભારતીય સેનાએ દગાબાજ ચીનની ચાલને નિષ્ફળ બનાવી દીધી અને કેટલીક રણનીતિક દ્રષ્ટિએ મહત્વની જગ્યાઓ પર પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે.
નવી દિલ્હી: 29/30 ઓગસ્ટની રાતે ભારતની સેનાના વીર જવાનોએ પેન્ગોંગમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવી તો તેમના હોશ ઉડી ગયાં. ભારતે એકવાર ફરીથી ચાલબાઝ ચીનને બતાવી દીધુ કે હવે તેની કોઈ જ ચાલ સફળ થશે નહીં. લદાખમાં તૈયાર થઈને બેઠેલી ભારતીય સેનાએ દગાબાજ ચીનની ચાલને નિષ્ફળ બનાવી દીધી અને કેટલીક રણનીતિક દ્રષ્ટિએ મહત્વની જગ્યાઓ પર પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. ચીને શું ચાલાકી વાપરી અને ભારતીય જવાનોએ કેવી રીતે તેને પછડાટ આપી તેની ઈનસાઈડ સ્ટોરી ખાસ જાણો....
આત્મનિર્ભર અભિયાન: પિનાકા રોકેટ લોન્ચર ખરીદશે સરકાર, PAK-ચીનને છૂટશે પરસેવો
ઈનસાઈડ સ્ટોરી
29/30 ઓગસ્ટની રાતે લદાખની પેન્ગોંગ ઝીલના દક્ષિણમાં ચીનના સૈનિકોએ કેટલાક વિસ્તારો પર કબ્જો જમાવવાની કોશિશ કરી. ચીનના લગભગ 500 સૈનિકો ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવા માટે આવ્યાં હતાં. ચીનના સૈનિકોની પાસે દોરડું અને ચઢાણ માટેના બીજા ઔજારો પણ હતાં. રાતના અંધારામાં બ્લેક ટોપ અને થાકુંગ હાઈટ્સની વચ્ચે ટેબલ ટોપ વિસ્તાર પર ચીની સૈનિકોએ ચઢાણ શરૂ કર્યું. પરંતુ ભારતીય સેના પહેલેથી જ સતર્ક હતી. જવાનો મહત્વની જગ્યાઓ પર પહેલેથી પહોંચી ગયા હતાં અને તે પોઝિશન પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. ભારતીય જવાનોએ ચીનની સેનાને પહેલા રોકી અને પછી ચીનને પાછળ હટવા માટે મજબૂર કરી દીધી. ચીન પેન્ગોંગના થાકુંગ વિસ્તારમાં ટશનમાં આવી ગયું હતું અને ભારતના શૂરવીરોનું ફરીથી પરાક્રમ જોઈને ટેન્શનમાં પાછું ફરી ગયું. આ ઘટનામાં ભારતની સેના તરફથી એક પણ ગોળી ન ચાલી કે ન તો કોઈ સૈનિકોનો જીવ ગયો.
લદાખમાં ફરીથી ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, મૃત ચીની સૈનિકોની કબરની VIRAL તસવીરો સાથે કનેક્શન?
ચીનના ષડયંત્ર પર આ રીતે ફરી વળ્યું પાણી
ચીન દગાબાજી માટે કુખ્યાત છે. LAC વિવાદને લઈને ચીન ગલવાનની ઘટના બાદથી જે વાતચીત કરી રહ્યું છે તે ફક્ત ચીનની ચાલબાજી લાગે છે. વાતચીતની આડમાં સમય લઈને ચીન ભારતની પીઠમાં 1962ની જેમ ખંજર ભોંકવા માંગે છે. પરંતુ આ વખતે ચીનની તમામ ચાલાકી પર ભારતીય સેનાએ પાણી ફેરવી દીધુ પરંતુ ચીનની બેશર્મી તો જુઓ. ગલવાનની જેમ પેન્ગોંગની ઘટના માટે પણ ચીન ભારતને જ જવાબદારી ઠેરવી રહ્યું છે. ચીન સેનાના વેસ્ટર્ન થિયેટર કમાન્ડે નિવેદન બહાર પાડીને કહ્યું કે સોમવારે ભારતીય સેનાએ ફરીથી LAC પર જાણી જોઈને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી. ગેરકાયદેસર રીતે LAC પાર કરનારી સૈન્ય ટુકડીને ભારત તરત પાછી બોલાવે.
ચીન ગમે તેટલી બૂમો પાડે, જૂઠ્ઠુ બોલે કે ભારતે LAC પાર કરી છે પરંતુ હવે ચીનના દગાખોરીવાળા ચરિત્ર પરથી પડદો ઉઠી ગયો છે કારણ કે આજનું ભારત બળવાન છે જે પોતાની રક્ષા કરવાનું જાણે છે. લદાખમાં ગલવાન અને પછી પેન્ગોંગમાં પછડાટ ખાધા બાદ હવે ચીન ધૂંધવાયું છે. ચીનની સ્થિતિ ખુબ ખરાબ થઈ છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તો ભારતને ધમકી આપી દીધી છે.
લદાખમાં ફરીથી ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
ગ્લોબલ ટાઈમ્સ શું કહે છે જાણો
જો ચીન સાથે ભારત મુકાબલો કરવા માંગે તો ચીન પાસે ભારત કરતા વધુ તાકાત છે. જો ભારત યુદ્ધ ઈચ્છતું હોય તો ચીનની સેના ભારતીય સેનાને એવું નુકસાન પહોંચાડશે કે તે 1962 કરતા પણ ગંભીર હશે. ભારત-ચીન સરહદે સૈન્ય ઘર્ષણ માટે ચીને તૈયાર રહેવાની જરૂર છે. ચીનના ધમકીવાળા નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે ચીનમાં ગભરાહટ અને બેચેની છે. આવામાં સવાલ ઉઠે છે કે ચીન આખરે શું ઈચ્છે છે?
ગલવાન બાદ ચીનની ફરી હાર
ચીનને બીજીવાર ખબર પડી ગઈ છે કે આ ભારત 1962નું ભારત નથી, આ એક નવું ભાર છે જે ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપે છે. તે હવે એક ઈંચ પણ પચાવી પાડી શકે તેમ નથી. હકીકતમાં ગલવાન બાદ ચીને લદાખની પેન્ગોંગ ઝીલના કિનારે રાતના અંધારામાં કેટલાક વિસ્તારો પડાવવાની કોશિશ કરી. પરંતુ ચકોર ભારતીય સેનાના બહાદુર જવાનોએ એવો પાઠ ભણાવ્યો કે ચીનના સૈનિકો જીવ બચાવીને ભાગવા માટે મજબૂર થઈ ગયાં.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube