લદાખ હિંસા: માર્યા ગયેલા ચીની સૈનિકોમાં કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ
લદાખ (Ladakh) ની ગલવાન ઘાટી (Galwan Valley) માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ચીનને પણ ખુબ નુકસાન થયુ છે. એવા અહેવાલ છે કે તેના 43 જેટલા સૈનિકોની ખુવારી થઈ તેમાં કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ છે. બીજી બાજુ ભારતના 20 જવાનો ચીન (China)ના દગાના કારણે શહીદ થયા.
નવી દિલ્હી: લદાખ (Ladakh) ની ગલવાન ઘાટી (Galwan Valley) માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ચીનને પણ ખુબ નુકસાન થયુ છે. એવા અહેવાલ છે કે તેના 43 જેટલા સૈનિકોની ખુવારી થઈ તેમાં કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ છે. બીજી બાજુ ભારતના 20 જવાનો ચીન (China)ના દગાના કારણે શહીદ થયા.
બોર્ડર પાસે થયેલા તણાવ બાદ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ, સ્ટ્રેચર પર ઘાયલ અને મૃત ચીની સૈનિકોને લઈ જવાતા જોવા મળ્યાં. કહેવાય છે કે ચીનને લગભગ 40થી વધુ સૈનિકોનું નુકસાન થયું છે. જો કે ચીને હજુ સુધી કોઈ અધિકૃત પુષ્ટિ કરી નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઘટનામાં ચીનના એક કમાન્ડિંગ ઓફિસર પણ માર્યા ગયા છે. જે આ ઝડપનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. અત્રે જણાવવાનું કે ભારતીય સેનાના પણ કમાન્ડિંગ ઓફિસર આ ઝડપમાં શહીદ થયાં.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube