નવી દિલ્હી: એનડીએ(NDA)માંથી શિવસેના(Shivsena) અલગ થતા જ બાકીના ઘટક પક્ષોએ વધુ સારા તાલમેળ માટે એક કો-ઓર્ડિનેશન કમિટી(NDA Coordination Committee) બનાવવાની માગણી કરી છે. સંસદનું શિયાળુ સત્ર આવતી કાલથી શરૂ થઈ રહ્યું છે. એ પહેલા જ આજે સર્વપક્ષીય બેઠક પણ થઈ અને એનડીએની પણ બેઠક થઈ. આ બેઠકમાં LJPના અધ્યક્ષ અને લોકસભા સાંસદ ચિરાગ પાસવાને(Chirag Paswan) માગણી કરી છે કે જલદી NDAમાં એક કન્વિનર બનાવવામાં આવે અને પરસ્પર મતભેદો દૂર કરવા માટે એક કો-ઓર્ડિનેશન કમિટી બનાવવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને જીવનું જોખમ 


ચિરાગના જણાવ્યાં મુજબ તેમણે આ માગણી કોઈ વિવાદ પેદા કરવા માટે કરી નથી. તેમનો હેતુ વિપક્ષના આરોપોનો જવાબ આપવાનો છે. ચિરાગનું માનીએ તો વિપક્ષ વારંવાર આરોપ લગાવે છે કે NDAમાં કો-ઓર્ડિનેશનનો અભાવ છે. ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં ચિરાગ પાસવાને કહ્યું કે કો-ઓર્ડિનેશન કમિટી જેવી કોઈ ચીજ હોત તો કદાચ આજે શિવસેના NDAથી અલગ ન થાત. કોઈ વાત બગડે તો સંભાળવા માટે એક ત્રીજી વ્યક્તિનું હોવું જરૂરી છે. ચિરાગના જણાવ્યાં મુજબ તેમની માગણીનું સમર્થન JDUએ, અપના દળના નેતા અનુપ્રિયા પટેલે અને નોર્થ ઈસ્ટની અનેક પાર્ટીઓએ પણ કર્યું. તેમને આશા છે કે આ મામલે જલદી કોઈ નિર્ણય લેવાશે. 


અયોધ્યામાં હશે વિશ્વની સૌથી ઊંચી શ્રીરામની મૂર્તિ, શહેરનો એવો કાયાકલ્પ થશે કે દુનિયા જોતી રહેશે


આમ પણ 2014ની લોકસભા ચૂંટણી બાદથી જ સમયાંતરે ક્યારેક શિવસેના તો ક્યારેક અકાલી દળ તો ક્યારેક જેડીયુના નેતાઓ NDAની કો-ઓર્ડિનેશન કમિટીની માગણી કરતા રહ્યાં છે. પરંતુ ભાજપને 2014માં મળેલી 282 બેઠકો અને 2019માં 303 બેઠકોને કારણે આ માગણી તૂલ પકડી શકી નહીં. કારણ કે સરકાર ચલાવવા માટે ભાજપને આ પક્ષોની જરૂર છે નહીં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube